GSTV
India News ટોપ સ્ટોરી

વધી સેનાની તાકાત! ચીન સરહદે તૈનાત જવાનોને આધુનિક રાઈફલ્સ અને બૂલેટપ્રૂફ વાહનો અપાયાં

ચીન સામે ભારતીય સૈન્ય વધુ મજબૂત બને તે હેતુથી સિક્કિમમાં તૈનાત ભારતના જવાનોને સિગ રાઈફલ અને બુલેટપ્રૂફ જીપ આપવામાં આવી છે. 15 હજાર ફૂટની ઊંચાઈએ આ સૈનિકો વધુ સજ્જ બનશે. ભારતે અમેરિકા પાસેથી 2019માં 7.62 એમએમની સિગ રાઈફલ ખરીદી હતી. આ રાઈફલની કેટલીક વિશેષતાઓ છે.

રાઈફલ આકરી ઠંડીમાં પણ નોંધપાત્ર રીતે ધાર્યું નિશાન પાર પાડે છે. સિક્કિમ સરહદે ચીનની હિલચાલ વધી જતાં ભારતના સૈનિકોને વધુ સજ્જ અને શક્તિશાળી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તેના ભાગરૂપે અમેરિકા પાસેથી ખરીદેલી સિગ રાઈફલ ઉપરાંત બુલેટપ્રૂફ એટીવી ગાડી પણ અપાઈ હતી. આ ગાડીની ખાસિયત એ છે કે તે તમામ ક્ષેત્રોમાં ઉપયોગી થઈ પડે છે.

ઉત્તરી સિક્કિમમાં તૈનાત ભારતના જવાનો પાસે આ રાઈફલ આવી જતાં હવે ચીનને જરૂર પડયે જડબાતોડ જવાબ આપી શકાશે. આ વિસ્તાર ખૂબ જ પડકારજનક અને દુર્ગમ છે. આધુનિક રાઈફલ અને દુર્ગમ વિસ્તારોમાં પહોંચતી જીપ તૈનાત થઈ જતાં હવે મુશ્કેલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું વધુ સરળ બનશે.

Read Also

Related posts

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો

GSTV Web Desk

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે

GSTV Web Desk
GSTV