GSTV

ભારત-ચીન વચ્ચે પથ્થર અને લાકડી યુગ થયો પુરો, 1975 પછી પહેલીવાર સૈનિકો વચ્ચે થયું ફાયરિંગ

છેલ્લા સાડા ત્રણ મહિનાથી વાસ્તવીક અંકૂશ રેખાની સરહદ પર સોમવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. ચીની સેનાએ દાવો કર્યો છે કે ભારતીય લશ્કરે પેંગોંગ તળાવના દક્ષિણ કાંઠા પર વાસ્તવિક નિયંત્રણ રેખાના ઉલ્લંઘનમાં ગોળીબાર કર્યો છે. ચીની સેનાના ઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેના સૈનિકોની જાનહાનીનો ઉલ્લેખ નથી. ચીને ભારત પર જ્યારે હુમલાઓ કર્યા છે ત્યારે તેણે અવળી વાતો કરીને અને છેતરીને અગાઉ હુમલા કર્યા છે.

ભારતીઓ

ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’ ના ટ્વિટર હેન્ડલે પશ્ચિમી થિયેટર કમાન્ડના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે, ભારતીય સેનાએ ફરીથી ગેરકાયદેસર રીતે શેનપાઓ પર્વતોમાં પેંગોંગ તળાવની દક્ષિણ કાંઠે સોમવારે એલએસીની ગેરકાયદેસર રીતે કામ કર્યું છે. ભારતીય સૈનિકોએ પીએલએની બોર્ડર પેટ્રોલીંગ કરતાં સૈનિકો પર ચેતવણી આપતા ગોળીબાર શરૂ કર્યા પછી ચીની સૈનિકોને પરિસ્થિતિ સ્થિર કરવા માટે જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

ચીન અને ભારતે કરાર કરેલા છે કે સરહદ પર કોઈ હથિયાર નહીં વાપરે. અગાઉ જ્યારે હુમલા થયા છે ત્યારે પથ્થર કે પાઈપથી હુમલા થયા છે. પહેલીવાર છે જ્યારે ચીને દાવો કર્યો છે કે ભારતીય સેનાએ ફાયરિંગ કર્યું છે. જો ચીનનો દાવો સાચો છે, તો 1975 પછી પહેલીવાર બંને દેશોની સેના વચ્ચે એલએસી પર હથિયારથી ફાયરિંગ થઈ રહ્યું છે. 15 જૂનની રાત્રે ગાલવાન ખીણમાં લોહિયાળ અથડામણ હોવા છતાં, બંને તરફથી કોઈ ફાયરિંગ થયું ન હતું. જોકે ભારતીય સૈન્ય કે ભારત સરકાર તરફથી ચીનના દાવા અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

READ ALSO

Related posts

શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી

Pravin Makwana

શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….

Ali Asgar Devjani

SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!