GSTV
Gujarat Government Advertisement

ચીન બોર્ડર પર તણાવ વધ્યો : ભારતે આપી આ ધમકી, અમેરિકા પણ આવ્યું પડખે

Last Updated on May 21, 2020 by Karan

ભારત અને અમેરિકા વચ્ચે વધતી જતી નિકટતા હવે દેખાઈ રહી છે. ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદમાં કદાચ પહેલી વખત અમેરિકાએ ખુલીને ભારતનું સમર્થન કર્યુ છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ તેમજ પશ્ચિમ એશિયા વિભાગના પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું હતું કે, ચીનના ઉશ્કેરણીજનક અને બીજા દેશોને હેરાન કરવાના વલણ સામે એક સરખો વિચાર રાખનારા અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને આશિયાન દેશો હવે એક સાથે છે. જોકે, આ મામલે ચીને પણ વળતો જવાબ આપી આ બાબત અમારી આંતરિક બાબત છે. જેમાં અમેરિકાનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ચલાવી લેવામાં આવશે નહીં. ભારતે ચીનને વળતી ધમકી આપી છે કે ભારત સંપ્રભૂતાના ભોગે કોઈની દાદાગીરી નહીં ચલાવે લે.

ચીનના સૈનિકો પેટ્રોલિંગ ટુકડીઓને રોકે છે

ભારતે સ્પષ્ટ કર્યું છે કે સરહદની અંદર ભારતીય સૈનિકો ફરી રહ્યાં છે. હાલમાં ભારતની એક પેટ્રોલિંગ ટીમ ફરજ બજાવી રહી હતી. જેમાં ચીની સૈનિકો અડિંગો દાખવી રહ્યાં છે. ભારત પોતાની સંપ્રભુતા અને સુરક્ષા સુનિશ્વિત કરવા માટે તમામ સૈન્ય કામગીરી સીમાની અંદર કરે છે. ભારતે ચીનને સ્પષ્ટ ધમકી આપી છે કે ભારત સંપ્રભૂતા સાથે કોઈ સહમતી નહીં દાખવે આ બાબતે બંને દેશોએ આ બાબતે રાજનીતિક વાતચીત કરવાની જરૂર છે.

અફઘાનિસ્તાનની ભાવી સરકાર સાથે તેના સબંધો સારા હોય

તેમણે અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા અંગે કહ્યું હતું કે, હવે ભારતે નક્કી કરવાનું છે કે, તે તાલિબાન સાથે પ્રતક્ષ્ય રીતે સંપર્કમાં આવવા માંગે છે કે નહી, ભારત માટે જરુરી છે કે, અફઘાનિસ્તાનની ભાવી સરકાર સાથે તેના સબંધો સારા હોય.

ભારત અને ચીન વચ્ચેના વિવાદ પર વેલ્સે કહ્યું હતું કે, સીમા પર તનાવની ઘટનાએ એ વાત યાદ દેવડાવે છે કે ચીનના અતિક્રમણનો ખતરો વાસ્તવિક છે. એ પછી દક્ષિણ ચીન સમુદ્ર હોય કે ભારતીય સીમા, અમે સતત ચીન તરફથી થતી ઉશ્કેરણીજનક હરકતો જોઈ રહ્યા છે. તેનાથી એ પણ સવાલ ઉભો થાય છે કે, ચીન પોતાની વધતી જતી તાકાતનો ઉપયોગ કેવી રીતે કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકા એવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઈચ્છે છે જેમાં તમામ દેશોને ફાયદો થાય અને માત્ર ચીનનું જ વર્ચસ્વ ના હોય. મને લાગે છે કે, આ પ્રકારના સીમા વિવાદ ચીનના વધતા જતા ભય તરફ ઈશારો કરી રહયા છે.

Gujarat Government Advertisement

Related posts

ભક્તિ કરવામાં ભાન ભૂલ્યા: મોદીને સારૂ લગાડવામાં કરી દીધી મોટી ભૂલ, મહાત્મા ગાંધીની સાથે પીએમની તસ્વીરને પણ હાર ચડાવી અગરબત્તી કરી

Pravin Makwana

છેતરપિંડી: રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી કરી લાખોની ઠગાઈ, 5ની ધરપકડ

Pritesh Mehta

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!