GSTV

આપણી પરંપરાઓ માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે મહત્વની, ચિકિત્સા અભ્યાસક્રમમાં સામેલ કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું સૂચન

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે ભારતીય પરંપરાઓની ભૂમિકાને ચિકિત્સા અભ્યાસક્રમમાં સામેલ કરવાની સલાહ આપી છે, સાથે જ તેમણે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને તંત્રિકા વિજ્ઞાન સંસ્થાન(NATIONAL INSTITUTE OF MENTAL HEALTH & NEURO SCIENCES-NIMHANS)ને આ મુદ્દે ગહન અધ્યયન કરવાનો આગ્રહ કર્યો છે જેથી સરકાર નિર્ણય લેવામાં અને નીતિ તૈયાર કરવા માટે સક્ષમ થાય.

માનસિક સ્વાસ્થ્ય

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર NIMHANS દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘આપણે માનસિક સમસ્યાઓ દૂર કરવાની પારંપરિક પદ્ધતિઓને સમજવાની જરૂર છે. હું વિચારું છું કે શું આપણે આપણા અભ્યાસક્રમમાં સારું માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આપણી પરંપરાઓની ભૂમિકાઓને સામેલ કરી શકીયે છીએ?

માંડવિયાએ કહ્યું કે નિષ્ણાતોએ પારંપરિક પારિવારિક સંરચનાનું અધ્યયન કરવું જોઈએ, જેના અંગે તેનો દાવો છે કે તેનાથી માનસિક સમસ્યાઓ આપોઆપ ઠીક થઇ જાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, ‘આપણા તમામ તહેવારો માનસિક ચિકિત્સાનો ભાગ હતા. ધાર્મિક અને સામાજિક આયોજનો પર આપણી સભાઓ, આપણી સવાર અને સાંજની પ્રાર્થનો, આપણી આરતી તમામ આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હતી. આ પરંપરાઓ માનસિક સમસ્યાઓનો ઉપચાર કરતી હતી.

તેમણે કહ્યું કે એક શિક્ષણ સંસ્થાનની ભૂમિકા ખુબ જ મહત્વની હોય છે. NIMHANSએ આ મુદ્દે ગહન અધ્યયન કરવું જોઈએ અને સમાધાન શોધવું જોઈએ. જેથી સરકાર કોઈ નિર્ણય લઇ શકે અને તેના પર નીતિ ઘડી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

મોંઘવારી ક્યાં અટકશે? વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી થપાટ બાદ આર્થિક માર, રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતો લાલઘૂમ!

pratik shah

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!