GSTV

ભારતીય ટેનિસ ટીમે હવે ઈસ્લામાબાદ જવું નહી પડે,ભારત સામેની ડેવિસ કપ ટાઈની યજમાની પાકિસ્તાને ગુમાવી

આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (આઇટીએફ)માં છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી ડેવિસ કપ ટાઈના મામલે ચાલી રહેલા ટકરાવમાં આખરે ભારતની જીત થઈ છે. આઇટીએફે ભારત અને પાકિસ્તાન વચ્ચે તારીખ ૨૯-૩૦ નવેમ્બરના રોજ રમાનારી ડેવિસ કપની યજમાની ઈસ્લામાબાદ પાસેથી આંચકી લીધી છે. હવે બંને દેશોની ડેવિસ કપ ટાઈ નિષ્પક્ષ દેશમાં રમાશે. આઇટીએફના નિર્ણયને ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઇટીએફ)ની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. ભારત પહેલેથી જ પાકિસ્તાનમાં તેના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો જોખમ હોવાની દલીલ કરતું રહ્યું છે અને આખરે આ વાતને આઇટીએફે પણ સ્વીકારી લીધી છે.

ઈસ્લામાબાદમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડેવિસ કપ ટાઈમાં ભારતીય ખેલાડીઓની સલામતી અંતે આઇટીએફે સ્વતંત્ર સિક્યોરિટી સલાહકારોની મદદ લીધી હતી અને તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરે આ નિર્ણય લીધો હતો. આઇટીએફના નિર્ણયને પગલે ભારતીય ટેનિસ ટીમે હવે ઈસ્લામાબાદ જવું નહી પડે. આઇટીએફ ટૂંક સમયમાં જ ભારત-પાકિસ્તાનની ડેવિસ કપ ટાઈની મેચો માટે નવા સ્થળની જાહેરાત કરશે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને આઇટીએફને વિનંતી કરી હતી કે, તેઓ ડેવિસ કપની મેચો ઈસ્લામાબાદમાંથી ખસેડીને કોઈ નિષ્પક્ષ દેશમાં રમાડે.

આઇટીએફે ભારતની વિનંતીને માન આપતાં કહ્યું હતુ કે, ભારતે કરેલી વિનંતીને આઇટીએફના સ્વતંત્ર સલામતી સલાહકારોએ પણ સ્વીકૃતિ આપી છે. જેના કારણે ડેવિસ કપ કમિટિએ નિર્ણય લીધો છે કે, તારીખ ૨૯-૩૦ નવેમ્બરે ઈસ્લામાબાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડેવિસ કપ એશિયા/ઓસેનિયા ગૂ્રપ વન ટાઈનું આયોજન નિષ્પક્ષ દેશમાં કરવામાં આવશે. 

પાકિસ્તાન ડેવિસ કપની મેચો માટે સલામત નથી તેમ જણાવતા આઇટીએફે કહ્યું કે, અમારી અને ડેવિસ કપ કમિટિની સૌ પ્રથમ પ્રાથમિકતા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ તેમજ પ્રેક્ષકોની સલામતી હોય છે. આ બાબતને આધાર રાખીને અમે ડેવિસ કપ ટાઈ અન્યત્ર ખસેડવાનો નિર્ણય લીધો છે. હવે આ મેચો કયા તટસ્થ દેશમાં રમાડવી તેનો નિર્ણય પાકિસ્તાન ટેનિસ ફેડરેશન આગામી પાંચ દિવસમાં કરશે અને તેની જાણ આઇટીએફને કરશે. જો આઇટીએફને તે યોગ્ય લાગશે તો જ તેઓ તે સ્થળને સત્તાવાર માન્યતા આપશે.

છેલ્લા એક દાયકાથી પાકિસ્તાનની ડેવિસ કપ મેચોનું આયોજન પાકિસ્તાન ટેનિસ ફેડરેશનને અન્ય દેશોમાં કરવું પડે છે. પાકિસ્તાનમાં સિક્યોરિટીની સ્થિતિ જોતાં અન્ય દેશોની ટીમો પાકિસ્તાન પ્રવાસ માટે તૈયાર જ થતી નથી. તેઓ છેલ્લે ૨૦૧૭માં ઘરઆંગણે ઈરાન સામે ડેવિસ કપ ટાઈ રમ્યા હતા. તે સમયે ૧૨ વર્ષમાં પહેલી વખત પાકિસ્તાનની ભૂમિ પર પહેલી વખત ડેવિસ કપ ટાઈ રમાઈ હતી. તે જ વર્ષે હોંગ કોંગની ટીમને પાકિસ્તાન જઈને તેમની સામે ડેવિસ કપ ટાઈ રમવાની હતી. જોકે, હોંગકોંગના ખેલાડીઓએ પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો હતો, જેના કારણે આઇટીએફે હોંગકોંગના ટેનિસ ફેડરેશનને દંડ ફટકારવાની સાથે તેમને લોઅર લેવલે ધકેલી દીધા હતા.

Read Also

Related posts

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah

રાજકોટ મવડી ગામ પાસે રસ્તા પર ગેસની લાઈન લીકેજ થતા JCB માં લાગી આગ, મચી અફરા તફરી

Nilesh Jethva

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!