પુત્ર ઇજાનની તસ્વીરો સોશિયલ મીડિયામાં કેમ શેર કરતી નથી- સાનિયાએ કર્યો ખુલાસો

તમને ખબર હશે કે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પતિ પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિકે સોશિયલ મીડિયામાં થોડા મહિના પહેલા પુત્ર થયાના સમાચાર વહેતા કર્યા હતાં. બંનેના પ્રશંસકોમાં તેમના પુત્રને જોવાવું કૂતુહૂલ હતું. પ્રશંસકોને આશા હતી કે બંને પોતાના પુત્રની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરશે, પરંતુ આવુ કઈ થયુ નહીં. હવે સાનિયા મિર્ઝાએ આ વાતનો ખુલાસો કર્યો છે કે તેણી પોતાના નવજાત દીકરાની તસ્વીરો સોશિયલ મીડિયામાં કેમ શેર કરતી નથી અને તેનાથી કેમ બચી રહી છે.

View this post on Instagram

#Moments 💖🤱🏽👼🏽 #Allhamdulillah

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયા મિર્ઝાએ ટીઓઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, ‘બની શકે છે કે તમે આ હરકતને મૂર્ખતાભરી કહો. પરંતુ હું ખરાબ નજરમાં વિશ્વાસ કરુ છું. અમે પોતાના પુત્રના પાલન-પોષણ દરમ્યાન તેની ભરપૂર સંભાળ અને ધ્યાન આપવા ઈચ્છીએ છીએ. તેથી હું અને શોએબે (સાનિયાના પતિ) નિર્ણય કર્યો છે કે અમે જ્યાં સુધી બની શકશે ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહીશું. અમે પોતાના પુત્રની કોઇ પણ તસ્વીરો સોશિયલ મીડિયા પર એટલા માટે શેર કરવા માંગતા નથી. જેનો અર્થ એ બિલકુલ થતો નથી કે જે લોકોએ પોતાના બાળકની બાળપણની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે તેવા લોકોની અમે ટીકા કરી રહ્યાં છે.’

વાપસીને લઇને પૂછવામાં આવેલા પ્રશ્ન પર સાનિયા મિર્ઝાએ કહ્યું કે જેના માટે ટ્રેનિંગ પહેલા મારે પોતાના વજનને સરખો કરવો પડશે. સાનિયાએ કહ્યું કે મેં ત્રણ સર્જરી ( બે ઘૂંટણમાં અને એક કાંડામાં) કરાવી છે અને સી-સેક્શન જેવી મોટી સર્જરી પણ થઇ ગઇ છે. મારા ઘૂંટણનું બે વખત ઑપરેશન થઇ ગયુ છે. તેથી આ જરૂરી છે કે ટ્રેનિંગની શરૂઆત કરતા પહેલા મારું વજન સંતુલિત થાય, કારણકે હું ફૂલ ટ્રેનિંગ શિડ્યુલને સારી રીતે ફોલો કરી શકું. સાનિયાએ કહ્યું કે હું ઇચ્છુ છુ કે આવતા વર્ષે ટેનિસમાં વાપસી કરી શકું.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના લગ્ન વર્ષ 2010માં થયા હતાં. સાનિયાને ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં પુત્ર થયો હતો. પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ પોતાના પુત્રનું નામ ઇજાન મિર્ઝા મલિક રાખ્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter