ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાતી મેચો અંગે ફેન્સ ઘણી આતુરતાથી રાહ જોતા હોય છે. બંને ટીમો વચ્ચે હવે ભાગ્યે જ ક્રિકેટ મેચ રમાતી હોય છે ત્યારે લોકો ઉત્સાહ ટોચ પર હોય છે. સ્ટેડિયમ સંપૂર્ણ પણ ભરાયેલા રહે છે. દર્શકોમાં અલગ જ જોશ જોવા મળે છે. વાસ્તવમાં આઈસીસી ટૂર્નામેન્ટ્સ સિવાય એશિયા કપ જ એક એવી ટૂર્નામેન્ટ છે જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થતી જોવા મળે છે, પરંતુ આ વર્ષે હવે દર્શકોને એ પણ નહીં જોવા મળે.
એક અહેવાલ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) આ વર્ષે એશિયા કપને ઝાટકો આપી શકે છે. જોકે આ મુદ્દે હજીસુધી ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. કોરોનાને કારણે એશિયા કપ ગત વર્ષે સ્થગિત કરાયો હતો. જે આ વર્ષે રમાશે. પરંતુ ભારત તેમાંથી પોતાનું નામ પરત લે તેવી શક્યતા છે. તેના ઘણા કારણો છે. આ વર્ષે ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ ઘણું ટાઈટ છે. બીસીસીઆઈ એશિયા કપના સમયે અન્ય ઘરેલું મેચને પ્રાથમિકતા આપવા માગે છે.
એવું મનાઈ રહ્યું છે કે, એશિયા કપને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ સમયે કરાવવામાં આવી શકે છે. જોકે હાલ આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી તેમ રિપોર્ટમાં કહેવામા આવ્યું છે. જો ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નહીં પહોંચે તો બીસીસીઆઈ આ સમયે ઘરઆંગણે કોઈ સીરિઝનું આયોજન કરી શકે છે, જેના થકી બ્રોડકાસ્ટર્સને પણ લાભ થાય. ગત વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન થવાનું હતું. પરંતુ કોરોનાને કારણે તેને જૂન 2021 સુધી સ્થગિત કરવામા આવ્યું. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ ઈતિહાસમાં ભારતીય ટીમ સૌથી સફળ રહી છે. ભારતે સૌથી વધુ 7 વખત એશિયા કપ ટાઈટલ પર કબજો કર્યો છે.
READ ALSO
- મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો