GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને (એઆઇટીએ) ભારતીય ટેનિસ ટીમને ડેવિસ કપ ટાઈ રમવા પાકિસ્તાન મોકલે તેવી સંભાવના છે. ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ અને અન્ય ઓફિસિઅલ્સ માટે પાકિસ્તાનના વિઝા લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવાનો નિર્ણય એઆઇટીએના અધિકારીઓએ લીધો છે. પાકિસ્તાનમાં ભારતીય ખેલાડીઓની સલામતિની સમસ્યા હજુ યથાવત છે.

ખેલાડીઓ પાકિસ્તાન જવા માટે પણ તૈયાર નથી

મોટાભાગના ખેલાડીઓ પાકિસ્તાન જવા માટે પણ તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન આગામી દિવસમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (આઇટીએફ)માં રજુઆત કરવાનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડેવિસ કપ ટાઈ જે ઈસ્લામાબાદમાં ૨૯ અને ૩૦ નવેમ્બરે રમાવાની છે, તે અન્યત્ર ખસેડવામાં આવે.

ભારતે મને-કમને પણ પાકિસ્તાન જવું પડશે

જો આઇટીએફ ભારતની વિનંતીને ઠુકરાવી દે તો ડેવિસ કપના એલિટ ગૂ્રપમાં આગેકૂચ કરવા માટે ભારતે મને-કમને પણ પાકિસ્તાન જવું પડે તેમ છે. આઇટીએફના ઈનકાર બાદ ભારતીય ટેનિસને ફટકો ન પડે તે માટે એઆઇટીએ દ્વારા ટીમના વિઝા માટેની પ્રક્રિયા શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે.

ટોચના આ ખેલાડીઓ પાકિસ્તાન જવા તૈયાર નથી

એઆઇટીએના સૂત્રોએ સ્પષ્ટ કરી દીધુ છે કે, અમે કોઈ પણ ખેલાડીને પાકિસ્તાન જવાની ફરજ પાડવાના નથી. જો નિષ્પક્ષ સ્થળે મેચો રમાય તો બધા ભારતીય ખેલાડીઓ ભાગ લેવા માટે તૈયાર છે, પણ મોટાભાગના ટોચના સ્ટાર્સ પાકિસ્તાન જવા તૈયાર ન હોવાનું મનાય છે.

Read Also

Related posts

રાજ્ય સરકારની અસ્પષ્ટ નીતિ,યુનિ.ઓની પરીક્ષાઓ કરી રદ અને CCCની એક્ઝામને મળી મંજૂરી

pratik shah

400 ખાનગી શાળાઓમાં આ તારીખ સુધી ઑનલાઇન શિક્ષણ બંધ, વહીવટી કામકાજ પણ નહી થાય

Bansari

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 13 જળાશયો થયા ઓવરફ્લો,65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!