GSTV
Gujarat Government Advertisement

ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ભારતની ટીમ જાહેર, રોહિત શર્મા નહીં રમે પણ આ ખેલાડીઓનો લોટરી લાગી

વન

Last Updated on October 27, 2020 by Bansari

ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિની વીડિયો કોન્ફરન્સીગ બેઠક આજે મળી હતી. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક સ્ટેટમેન્ટ બહાર પાડીને ત્રણેય ટીમ જાહેર કરી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આગામી નવેમ્બર-જાન્યુઆરી દરમ્યાન ભારત ત્રણ ટી-20, ત્રણ વન ડે અને ચાર ટેસ્ટની શ્રેણી રમવા જશે. 10મી નવેમ્બરે યુએઈમાં રમાતી આઈપીએલ પૂરી થશે ત્યાંથી ભારતના જે ખેલાડીઓ આઈપીએલમાં રમે છે અને કોઈને કોઈ આજે જાહેર થયેલી ત્રણ ટીમમાં સ્થાન ધરાવે છે તેઓ ત્યાંથી જ ઓટ્રેલિયા જશે.

જે ક્રિકેટરો પૂજારા, હનુમાન વિહારી અને અન્ય આઈપીએલમાં નથી રમતા તેઓ દુબઈ પહોંચી ટીમ જોડે જોડાઈ જશે અને સમગ્ર 32 ખેલાડીઓનો કાફલો ઓસ્ટ્રેલિયા સાથે જશે. હેડ કોચ રવિ શાસ્ત્રી પણ દુબઈ આ માટે પહોંચી ગયો છે. ભારતની ટીમની જાહેરાતના સૌથી મોટા સમાચાર એ છે કે રોહિત શર્મા (મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન), આઈપીએલ દરમ્યાન સાથળના સ્નાયુની ઈજા થતા હવે પછીની આઈપીએલ તો નહીં જ રમે, ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ ગુમાવશે.

વન-ડે અને ટી-20 માટે કેએલ રાહુલને સોંપાયુ વાઇસ કેપ્ટનનું પદ

રાહુલ

તેની બેટિંગ પ્રતિભાની ભારતને ખોટ સાલશે. તેનો સીધો ફાયદો હાલ જોરદાર ફોર્મમાં રમી રહેલ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કે. એલ. રાહુલને થયો છે. જેને વન ડે અને ટી-20 ટીમનો વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં પણ રાહુલે પુનરાગમન કર્યું છે. રાહુલ વન-ડેમાં વિકેટકિપર તરીકે પણ સ્થાન પામ્યો છે.

ગીલ અને શો ટેસ્ટ ટીમમાં છે. કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર વરૂણ ચક્કવર્તીને તેના આઈપીએલના દેખાવના આધારે સમાવાયો છે. ટેસ્ટ ટીમમાં સિરાજનો પ્રવેશ થયો છે. ઈશાંત શર્મા પણ રોહિત શર્માની જેમ ઈજાગ્રસ્ત હોઈ ટીમમાં સ્થાન નથી પામ્યો. કમલેશ નગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશાન પોરેલ અને ટી. નટરાજન આ ચાર બોલરટીમ સાથે પ્રેક્ટિસ બોલર તરીકે જશે.

ટી-20 ટીમ

કોહલી (કેપ્ટન), ધવન, મયંક અગ્રવાલ, કે. એલ. રાહુલ (વાઈસ કેપ્ટન અને વિકેટ કિપર), શ્રેયસ ઐયર, મનિષ પાંડે, હાર્દિક પંડયા, સેમસન (વિકેટકિપર), જાડેજા, વોશિંગ્ટન સુંદર, ચહલ, બુમરાહ, શમી, સૈની, દિપક ચાહર, વરૂણ ચક્રવર્તી.

વન-ડે ટીમ

કોહલી (કેપ્ટન), કે. એલ. રાહુલ (વાઈસ કેપ્ટન), ધવન, શુબમન ગીલ, શ્રેયસ ઐયર, મનિષ પાંડે, હાર્દિક પંડયા, મયંક અગ્રવાલ, જાડેજા, ચહલ, કુલદિપ યાદવ, બુમરાહ, શમી, સૈની, શાર્દુલ ઠાકુર.

ટેસ્ટ ટીમ

કોહલી (કેપ્ટન), રહાને (વાઈસ કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કે. એલ. રાહુલ, પુજારા, હનુમાન વિહારી, શુબનમ ગીલ, સહા (વિકેટકિપર), પંત (વિકેટકિપર), બુમરાહ, શમી, ઉમેશ યાદવ, સૈની, કુલદિપ યાદવ, જાડેજા, આર. અશ્વિન, સિરાજ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!