એટીકે મોહન બગાન ઓડિશા એફસીને હરાવીને ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ 2020)ના પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. રોય કૃષ્ણા આ વિજયનો હીરો રહ્યો હતો જેણે ઇન્જરીના સમયમાં શાનદાર ગોલ ફટકાર્યો હતો.
એટીકે મોહન બગાને ફાર્તોદા ખાતે રમાયેલી મેચમાં ઓડિશા એફસી વિરુદ્ધ 1-0થી વિજય મેળવ્યો હતો. કૃષ્ણાનો (90 + 5 મિનિટ) ત્રણ મેચમાં આ ત્રીજો ગોલ હતો જેનાથી એટીકે મોહન બાગનની ટીમને આઈએસએલના પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચાડવામાં મદદ કરી.
પહેલા હાફમાં બંને ટીમોને ઘણી તકો મળી હતી પરંતુ સફળતા મેળવી શકી ન હતી. ત્યારબાદ કૃષ્ણાએ ઇન્જરીના સમયમાં ગોલ કરીને તેની ટીમને સરસાઈ અપાવી હતી જે નિર્ણાયક સાબિત થઈ હતી. ઓડિશાએ હજીપણ વિજયનું ખાતું ખોલવાનું બાકી છે. તેની એક મેચ ડ્રો હતી જ્યારે બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે એટીકે મોહન બાગને પોતાની ત્રીજી મેચમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી.

READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….