GSTV
Home » News » 1 લિટરમાં 250 કિમી ચાલશે આ કાર, જાણો ખાસિયતો

1 લિટરમાં 250 કિમી ચાલશે આ કાર, જાણો ખાસિયતો

એક કાર એક લિટર ફ્યુલમાં કેટલા કિલોમીટર ચાલી શકે છે? તેના પર એસઆરએમ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની ઈકાઈએ એક પ્રોટોટાઈપનો ટેસ્ટ કર્યો જેમાં 100 કિલોમીટર પ્રતિ લિટરના દરે એવરેજ આપી. આ ઉપરાંત બીઆઈટીએસ પિલાનીએ એક કાર ચલાવી જેણે 120 કિલોમીટર પ્રતિલિટરના દરે એવરેજ આપી. પરંતુ આ મામલે કેજી સોમ્ય કોલેજ મુંબઈએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જેના પ્રોટોટાઈપ ટેસ્ટમાં વાહનના 250 પ્રતિકિમીની એવરેજ આપવામાં સફળ થઈ છે. આ ત્રણેય એ વીસ ટીમનો ભાગ છે જેણે આ વર્ષે ચેન્નાઈ સ્થિત સેલ ઈકો મેરાથોનમાં ભાગ લીધો હતો.

સેલ ઈન્ડિયાના ચેરમેન નિતિન પ્રસાદે જણાવ્યું કે, ઈકો મેરાથોને આ વિદ્યાર્થીઓને એવા વાહન બનાવવાની ચેલેન્જ આપી જે સૌથી વધુ એવરેજ આપતી હોય. આ વર્ષે આવુ પ્રથમ વખત થયું છે કે જ્યારે ઈકો મેરાથોન ભારતે, મદ્રાસ મોટર રેસ ટ્રેકમાં થયો હોય. તેમાં ઈકો મેરાથોને કોલેજ વિદ્યાર્થીઓને સૌથી વધુ એવરેજ આપવા વાળા વાહનો બનાવવા માટે નિમંત્રણ આપ્યું.

આ વર્ષે વિદ્યાર્થીઓની ટીમે બે શ્રેણી, પ્રોટોટાઈપ અને અરબન કોન્સેપ્ટથી આમાં ભાગ લીધો. અર્બન કોન્સેપ્ટ ટીમને એન્જીનના બે પ્રકારોમાં વાહન ચલાવવાની અનુમતી આપવામાં આવી હતી. તેમાં ઈન્ટરનલ કંબ્યુશન અને બેટરી ઈલેક્ટ્રિકનો શમાવેશ થાય છે. ઉદાહરણ માટે આઈઆઈટી- બીએચયુએ હલકુ ત્રણ પૈડાં વાળું ઈવી મોટર કંન્ટ્રોલર બનાવ્યું. આ એક વખત ચાર્જ કર્યા બાદ 350 કિલોમીટર સુધી ચાલી શકે.

આ ઉપરાંત એનઆઈટી રીયપુર ટીમે એવું ઈવી બનાવ્યું જે એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે સક્ષમ છે. NIFFT રાંચીના વિદ્યાર્થીની ટીમે એવું પ્રોટોટાઈપ ઈવી બનાવ્યું જે એક kWhમાં 150 કિમી સુધીની એવરેજ આપી શકે છે. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી દિલ્હી યુનિવર્સિટી ફોર વુમને એવુ પ્રોટોટાઈપ ઈવી બનાવ્યું જે એક વખત ચાર્જ કરીને 250 કિમીથી વધુ ચાલી શકે છે.

Read Also 

Related posts

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

Arohi

પ્રાઈવસીની ચિંતા હોય તો ફેસબૂક ડિલિટ કરો વૉટ્સઅપના સહ-સ્થાપક બ્રાયનની ચેતવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!