GSTV
Home » News » પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન સ્ટાર્ટઅપ સ્ટેકુ ગુનેગારોની ધરપકડ માટે ભારતીય પોલીસ સાથે ભાગીદારી કરવા જાણીતું છે. સ્ટાર્ટઅપ ચાર વર્ષ જૂનું છે. સ્ટેકુના સ્થાપક અતુલ રાયે જણાવ્યું હતું કે તેઓ બે ક્વાર્ટર પહેલા નફાકારક બન્યા હતા.  આ સ્ટાર્ટઅપ પાસે સંસાધન અત્યંત ઓછા છે. તે ઇન્ડિયન એન્જેલ નેટવર્ક પાસેથી 6,50,000 ડોલર જ એકત્રિત કરી શક્યું હતું. આ યુવા સ્ટાર્ટઅપ માટે નફાકારકતાનો પથ સરળ ન હતો.

હવે તે બિઝનેસનો વ્યાપ વિસ્તારવા માંગે છે.  આ સાહસ અસ્તિત્વમાં રાય નેશનલ ક્રાઇમ બ્યૂરોના ન્યૂઝ રિપોર્ટ વાંચતા હતા ત્યારે અસ્તિત્વમાં આવ્યું, જેમા 70 ટકા ભારતી ગુનેગારો રીપીટ ઓફેન્ડર હતા. આ વિચારે મને હોમલેન્ડ સિક્યોરિટી જેવી સંસ્થા રચવાનું ટ્રિગર પૂરું પાડ્યું.  સ્ટાર્ટઅપે પ્રથમ ડીલ રાજસ્થાન પોલીસ દળ સાથે અલવરના લિન્ચિંગ પછી કર્યુ. આમા એક પછી એક સફળતા મળવા લાગતા પોલીસ અધિકારીઓ સ્ટેકુ માટે ભલામણ કરવા લાગ્યા.

સ્ટેકુ ગુનેગારોને ઓળખવા માટે ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરતો હતો. તેની એઆઇ- પાવર્ડ એપ પોલીસ દળોને તેમના પોકેટમાં ડેટા પૂરો પાડતી હતી અને તેઓ આ માહિતીનો જરૂર પડ્યે ત્યારે ઉપયોગ કરી સકતા હતા. ગુનેગાર પકડાય ત્યારે દર વખતે પોલીસ અધિકારી પિક્ચર અને ફાઇનપ્રિન્ટ લઈને એપ પર અપલોડ કરતા હતા.  આજની તારીખ સુધીમાં રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને તેલંગણા પોલીસે 1,100થી વધારે કેસો ઉકેલ્યા છે. ભારતીય લશ્કર પણ તેના ગ્રાહકોમાં એક છે, જેના દ્વારા એરિયલ ઇમેજિંગ એનાલિસિસમાં મદદ મળે છે. રાઇએ સિક્યોરિટી ટેક્નોલોજીને ચાર ડિવિઝનમાં વિભાજીત કરી છે. તેમા પેસિવ મોનિટરિંગ, એક્ટિવ મોનિટરિંગ, પ્રોએક્ટિવ મોનિટરિંગ અને પ્રીડિક્ટિવ એનાલિસિસ છે.

READ ALSO

Related posts

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari

ઓ બાપ રે, 1 લાખ કરોડ ભેગા કરવા નફો કરતી દેશની જાયન્ટ કંપનીએ વેચી મારશે મોદી સરકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!