GSTV
Home » News » વિરાટ કોહલીને આ ક્રિકેટરે આપી ધોબીપછાડ, પોપ્યુલારીટી અને સન્માનિત ક્રિકેટર તરીકે નંબર વન બન્યો

વિરાટ કોહલીને આ ક્રિકેટરે આપી ધોબીપછાડ, પોપ્યુલારીટી અને સન્માનિત ક્રિકેટર તરીકે નંબર વન બન્યો

ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેન દ્વારા 12મેથી 25 મે સુધી ચાલેલા સર્વેમાં 4803 ફેન્સે ભાગ લીધો હતો. 10 શહેરોમાં આયોજીત કરવામાં આવેલી આ સ્પર્ધામાં ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. લાગતું હશે કે અત્યારે ક્રિકેટની દુનિયાનો બુલંદ સિતારો વિરાટ કોહલી નંબર વન હશે. પરંતુ ના અહીં પરિણામ થોડુ ઉલટુ આવ્યું.

કોમેન્ટ્રી

કોમેન્ટ્રીની દુનિયાના બાદશાહ એવા હર્ષા ભોગલે ફેન્સની પહેલી પસંદ બન્યા. જ્યારે બીજા નંબર પર ડેની મોરિસન અને ત્રીજા નંબર પર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાને આ યાદીમાં સ્થાન મળ્યું.

ટ્વીટર હેંન્ડલ

તો સોશિયલ મીડિયા પર મનોરંજન અને મીડિયા હેન્ડલરનું પ્રાઇઝ 56 ટકા વોટની સાથે વિરેન્દ્ર સહેવાગને આપવામાં આવ્યું. જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આ સુચિમાં બીજા નંબરનું સ્થાન મળ્યું. જેને 11 ટકા વોટ મળ્યા. ફેન્સના જણાવ્યા પ્રમાણે સહેવાગ દ્વારા કરવામાં આવતા ટ્વીટ્સ ન માત્ર મનોરંજક છે, પરંતુ મજેદાર પણ એટલા જ છે.

સન્માનિત ક્રિકેટર

ટ્વીટર પર ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી વધારે ફોલોઅર્સ છે. સર્વેમાં મહેન્દ્ર સિંહ ધોની સામે 12 બીજા ખેલાડીઓ પણ હતા. જોકે ધોની પોતાની પોપ્યુલારીટીના કારણે નંબર વનના સ્થાને રહ્યો. બીજા નંબર પર વિરાટ કોહલી અને ત્રીજા નંબરનું સ્થાન કેન વિલિયમ્સે મેળવ્યું. જ્યારે પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમને સર્વશ્રેષ્ઠ સ્ટેડિયમનો દરજ્જો આપવામાં આવ્યો.

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!