GSTV
Home » News » અમેરિકાની GPS સર્વિસ નહી, પરંતુ હવે આ દેસી એપ બતાવશે તમને રસ્તો

અમેરિકાની GPS સર્વિસ નહી, પરંતુ હવે આ દેસી એપ બતાવશે તમને રસ્તો

સ્માર્ટફોન પર રસ્તો અથવા લોકેશન શોધવા માટે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(GPS)ની જગ્યાએ આ વર્ષનાં અંત સુધીમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઈસરો દ્વારા વિકસિત “નાવિક”નો ઉપયોગ કરી શકાશે.

મોબાઇલ અને અન્ય ટેલિકમ્યુનિકેશન્સ ડિવાઇસીસ માટે ચિપસેટ્સ બનાવતી એક અમેરિકન કંપની ક્વૉલકોમે ભૌગોલિક સ્થિતિ અને માપન માટે ઈસરોના નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સટેલેશન(નાવિક) સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે. ‘નાવિક’ ઇસરો દ્વારા સ્થાપિત ઉપગ્રહોની સિસ્ટમ પર કામ કરે છે જેને ભારતીય ઉપ મહાદ્વીપમાં જીપીએસના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવ્યો છે.

સોમવારથી શરૂ થનારી ત્રણ દિવસીય ભારતીય મોબાઇલ કોંગ્રેસ દરમિયાન ક્વોલકોમના સ્નેપડ્રેગન પ્લેટફોર્મ પર ‘નાવિક’નું પહેલું પ્રદર્શન રાજધાની એયરોસિટી ખાતે યોજાશે. ઇસરોએ કહ્યું કે ક્વોલકોમે ભારતીય અવકાશ એજન્સીના સહયોગથી પોતાનું નવું ચિપસેટ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે અને પરીક્ષણ પણ પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે આ ચિપસેટ પ્લેટફોર્મ ‘નાવિક’ ને સપોર્ટ કરે છે. આ ચિપસેટ આ વર્ષે નવેમ્બરથી મોબાઇલ હેન્ડસેટ બનાવતી કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે.

‘નાવિક’ના ઉપયોગ માટે ઈસરો પાસેથી ટેક્નોલોજી ખરીદનારી ક્વોલકોમ પહેલી મોટી ચિપસેટ કંપની છે. તેનાથી ભારતીય ઉપમહાદ્વીપમાં ‘નાવિક’ના પ્રસાર, ભૌગોલિક સ્થિતિનાં માપને સુધારવામાં અને ઓટોમોટિવ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(આઈઓટી)ને લગતા ઉકેલો શોધવામાં મદદ મળશે.

ઇસરોના અધ્યક્ષ ડો. કે. સિવાને કહ્યું કે, દેશનાં વિકાસમાં અતરિક્ષ ટેકનોલોજીનો ઉપયોગ અમારા વિચારોનેગતિ આપવામાં ‘નાવિક’ એક મહત્વપૂર્ણ પગલું છે. અમે આ પ્રણાલીને દૈનિક ઉપયોગમાં લાવવા માટે અને તેને સુલભ બનાવવા માટે ઉત્સુક છીએ. મોબાઈલ પ્લેટફોર્મ પર ‘નાવિક’ને લાવવામાં ક્વોલકોમની સાથે સહયોગ કરીને ઈસરો ખુશ છે.લોકોને આનો મોટો ફાયદો થશે.

READ ALSO

Related posts

એન્કાઉન્ટર આ પ્રકારની સમસ્યાનું સમાધાન નથી, ભાજપના સાંસદે ઉઠાવ્યા સવાલ

Mayur

સાબરડેરીમાં ભરતી કૌભાંડની શંકા : નોકરી માટે 15થી 22 લાખ રૂપિયાનો ભાવ બોલાયો, થયો મોટો ખુલાસો

Mayur

હૈદરાબાદ દુષ્કર્મના એન્કાઉન્ટર કેસમાં સરકારે લીધો આ નિર્ણય, પોલીસ પર હાલમાં ફૂલવર્ષા પણ…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!