GSTV

ચીનને ભારતની સીધી ધમકી : સૈનિકોએ કોઈ અવળચંડાઈ કરી તો સીધું ફાયરિંગ કરીશું, નથી સુધરી રહ્યું ચીન

ચીન એ વાત સ્વિકારવા તૈયાર નથી કે લદ્દાખ લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ ખાતે તેણે જ કરારનો ભંગ કર્યો છે. ચીન સ્વિકારતું નથી, માટે પાછું ખસવા તૈયાર નથી. ગમે તેટલી વાટાઘાટો થાય અને વાટાઘાટો પછી ગમે તેટલા આશ્વસનો અપાય, સરહદ પર સૈન્ય જમાવડામાં કશો ફરક પડતો નથી. વધુમાં હવે ભારતીય સૈન્યને ચીની સૈનિકો પર જરાય ભરોસો નથી રહ્યો. માટે ભારતે ચીનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે જો તમારા સૈનિકો દ્વારા કોઈ અવળચંડાઈ કરવામાં આવશે તો હવે અમે ફાયરિંગ કરતાં પણ અચકાઈશું નહીં.

ચીન અને પાકિસ્તાનની સરહદે પહોંચી વળવા એરફોર્સ સક્ષમ

બીજી તરફ એરફોર્સે જુસ્સાદાર નિવેદન આપતા કહ્યું હતું કે ચીન અને પાકિસ્તાન બન્ને સરહદે પહોંચી વળવા સક્ષમ છીએ. જરૂર પડયે બન્ને મોરચે એરફોર્સ એક સાથે લશ્કરી ઓપરેશન લૉન્ચ કરી શકે એમ છે. ભારતે પહેલેથી જ ચીન-પાકિસ્તાન બન્ને સરહદ નજીક આવેલા એરબેઝ અને અન્ય વ્યુહાત્મક એરબેઝ પર ફાઈટર વિમાનો ખડકી દીધા છે. લદ્દાખના આકાશમાં રોજ સુખોઈ, મિગ, હવે તો રફાલ. વગેરે વિમાનો ઉડતાં નજરે પડે છે. જ્યારે સી-૧૩૦જે, આઈએલ-૭૬, એન્તનોવ-૩૨ જેવા ટ્રાન્સપોર્ટ વિમાનો દિવસ-રાત ઉડતા રહી લશ્કરી સામગ્રી સરહદે પહોંચાડી રહ્યા છે. મૂળભૂત રીતે ચીને ૨૦૧૭ના દોકલામ સંઘર્ષ પછી સરહદી પ્રોટોકોલનો ભંગ કરવાની શરૃઆત કરી હતી. સામાન્ય રીતે જ્યાં ૧૫-૨૦ સૈનિકો રાખીને પેટ્રોલિંગ કરવાનું હોય એવા સ્થળોએ ચીને ૫૦-૧૦૦ સૈનિકો ખડકવાની શરૃઆત કરી દીધી હતી. છતાં ચીન એવો આક્ષેપ કરે છે કે ભારતીય સૈન્ય ઘૂસણખોરી કરી રહ્યું છે. એટલે લાંબી લાંબી વાતોના ગાડા ભર્યા પછી સૈન્યની ધિરજ ખૂટવા આવી છે. એ સંજોગોમાં હવે જો ચીની સૈનિકો હુમલો કે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે કે એલએસીમાં ફેરફાર કરવા પ્રયત્ન કરશે તો ભારતીય સૈનિકો ફાયરિંગ કરતા અચકાશે નહીં. અત્યાર સુધી ભારતે ફાયરિંગ ન કરવાનું વલણ અપનાવ્યું હતું.

નેપાળ સરકારની નાકામયાબી અને ચીનની દાદાગીરી ઉજાગર થઈ

નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારે ચીન આગળ શરણાગતી સ્વિકારી લીધી છે. ચીને નેપાળના ઘણા ભાગોમાં ઘૂસણખોરી કરી નાખી છે. એ વાત કેટલાક નેપાળી અધિકારીઓએ જાહેર કરી દીધી હતી. તેનાથી નેપાળ સરકારની નાકામયાબી અને ચીનની દાદાગીરી ઉજાગર થઈ હતી. પરંતુ નેપાળ સરકારે આવી માહિતી જાહેર કરનારા અધિકારી પાસે માફી મંગાવી છે. એટલું જ નહીં ચીનને નિર્દોષ જાહેર કરી દીધું છે. એટલે નેપાળ સરકાર ચીનને કેટલી હદ સુધી તાબે થઈ ચૂકી છે એ અહીં સ્પષ્ટ થાય છે. ચીન સામ્યવાદી વિચારધારા ધરાવે છે અને નેપાળમાં અત્યારે સામ્યવાદી સરકાર હોવાથી ચીનની સરકાર જ પરોક્ષ રીતે નેપાળનું શાસન ચલાવે છે એમ કહી શકાય.

જરૂર પડે તો સરહદી સંઘર્ષ ઉકેલવા મદદ કરવા તૈયાર છું : ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું હતું કે ચીન અને ભારત બન્ને સરહદી સંઘર્ષ પોતાની રીતે ઉકેલવા સક્ષમ છે. પરંતુ એ બન્ને દેશો ઈચ્છે તો હું મધ્યસ્થી અને મદદ કરવા તૈયાર છું. ચીને કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે સ્થિતિ તંગ છે અને આશા છે કેે વહેલી તકે ઉકેલ આવી જશે. પણ જો મારી મદદની જરૂર પડશે તો મને મદદ કરવી ગમશે. આ પહેલા ટ્રમ્પે કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!