GSTV

Thomas Cup / ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડીઓએ સર્જ્યો ઇતિહાસ, 11 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Indian male badminton

Last Updated on October 13, 2021 by Dhruv Brahmbhatt

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમએ તાહિતીને 5-0થી હરાવી 2010 બાદ પ્રથમ વાર થોમસ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે બીજા મુકાબલામાં 5-0 થી જીત હાંસલ કરી છે. આ પહેલાં તેઓએ રવિવારના નેધરલેન્ડ્સને આ જ રીતે હરાવ્યું હતું. તાહિતી પર જીતથી ભારતના ગ્રુપ C માં ટોચના બેમાં સ્થાન હાંસલ કર્યું. ભારતના સ્ટાર ખેલાડી કિદાંબી શ્રીકાંતને તો આ મુકાબલામાં ઉતારવામાં પણ ન હોતો આવ્યો. તેનો આગામી મુકાબલો હવે ચીન સાથે થશે. ત્યારે ભારતે હવે આકરી ટક્કરનો સામનો કરવો પડશે. જો ભારતી ચીનને હરાવી દે છે તો ક્વાર્ટર ફાઇનલમાં તેને આસાનીથી ડ્રો મળી શકે છે.

તાહિતી વિરૂદ્ધ B સાઇ પ્રણિત (B Sai Praneeth) એ ઓપનિંગ સિંગલ્સમાં લુઇસ બ્યુબોઇસ પર માત્ર 23 મિનીટમાં 21-5, 21-6 થી જીત હાંસલ કરી. ત્યાર બાદ સમીર વર્મા (Sameer Verma) એ રેમી રૉસી 21-12, 21-12 થી હરાવીને ટીમને 2-0 થી બઢત અપાવી. આ મેચ 41 મિનીટ સુધી ચાલી. કિરણ જોર્જએ ત્રીજા મેન્સ સિંગલ્સમાં ઇલાયસ મૌબ્લાંકને માત્ર 15 મિનીટમાં 21-4, 21-2 થી આકરી હાર આપી ભારતને અજેય બઢત અપાવી. યુગલ મુકાબલામાં કૃષ્ણપ્રસાદ અને વિષ્ણુ વર્ધનની જોડીએ 21 મિનીટમાં 21-8, 21-7 થી જીત હાંસલ કરી. જ્યારે દિવસની અંતિમ મેચમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મૌબ્લાંક અને હીવા યવોનેટને 21-5, 21-3 થી હરાવ્યાં.

2010 માં ભારતીય પુરુષો ક્વાર્ટર ફાઇનલ રમ્યાં હતાં

ભારતીય પુરુષ ટીમે અગાઉ 2010 માં થોમસ કપની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેઓ ઇન્ડોનેશિયા સામે હારી ગયા હતા. ભારતીય મહિલા ટીમ પણ મંગળવારે સ્કોટલેન્ડને 3-1થી હરાવીને ઉબેર કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. આજે ભારતીય મહિલા ટીમને છેલ્લી ગ્રુપ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાવવાની છે.

થોમસ કપ અને ઉબેર કપનું પ્રદર્શન ભારતીય બેડમિન્ટન માટે પ્રોત્સાહક છે કારણ કે તાજેતરમાં ફિનલેન્ડના વનાટામાં રમાયેલા સુદીરમન કપમાં ખેલાડીઓ સારો દેખાવ કરી શક્યા ન હોતાં. આનું એક કારણ કે ઘણાં સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી હતી. થોમસ અને ઉબેર કપ એક સપ્તાહ સુધી ચાલે છે અને તેમાં પાંચ મહાદ્રીપોના 16 દેશો ભાગ લઈ રહ્યાં છે.

READ ALSO :

Related posts

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah

સિટીજનશિપ/ દરરોજ લગભગ 300 લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા, છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

Pravin Makwana

ભર શિયાળે આવ્યું ચોમાસું: મહારાષ્ટ્ર માટે આગમી 5 દિવસ અત્યંત ભારે, યલો એલર્ટ જાહેર…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!