GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આજે વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી : યુવા ખેલાડીઓને તક અપાશે

વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ આવતીકાલે એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિ વિન્ડિઝ પ્રવાસ માટેની ભારતીય ટીમનું સિલેક્શન કરશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાનારા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો ટીમ ઈન્ડિયામાં યુવા ચહરાઓને તક આપશે તેમ મનાય છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન ધોનીએ વિન્ડિઝ પ્રવાસમાં ન જોડાવાનો નિર્ણય લેતા બે મહિના માટે બ્રેક લેવાની જાહેરાત કરી દીધી છે. 

ભારતનો વિન્ડિઝ પ્રવાસ આવતા મહિનાની શરૃઆતમાં અમેરિકામાં રમાનારી બે ટી-૨૦થી થશે. જે પછી ત્રીજી ટી-૨૦ અને ત્યાર બાદ ૩ વન ડે અને બે ટેસ્ટની સિરીઝનું આયોજન વિન્ડિઝની ભૂમિ પર થશે. 

ભારતીય કેપ્ટન કોહલી પણ આરામ ફરમાવવાના બદલે વિન્ડિઝ પ્રવાસ માટેની ટીમમાં જોડાવા માટે તૈયાર હોવાનું મનાય છે. હવે પસંદગીકારો આવતીકાલે ટીમનું સિલેક્શન કરશે, તેની સાથે કોહલીની ઉપલબ્ધતા અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ટીમ ઈન્ડિયાના લેજન્ડરી સુપરસ્ટાર મહેન્દ્ર સિંહ ધોની ૩૮ વર્ષ પુરા કરી ચૂક્યો છે અને હવે તેની નિવૃત્તિની અટકળો જોર પકડી રહી છે. જોકે, ધોનીએ બે મહિના માટે ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરવાની સાથે સ્પષ્ટ કરી દીધું છે કે, તે વિન્ડિઝ પ્રવાસે જવાનો નથી. આ કારણે રિષભ પંતની સાથે લોકેશ રાહુલ અને ત્રીજા વિકેટકિપર-બેટસમેન સહાને તક મળશે તે નક્કી થઈ ગયું છે. 

ટી-૨૦ સિરીઝનો પ્રારંભ તારીખ ૩ ઓગસ્ટે રમાનારી પ્રથમ ટી-૨૦થી થશે. ધોનીના સ્થાને યુવા વિકેટકિપર બેટસમેન રિષભ પંતને ટીમમાં સમાવશે તે નક્કી મનાય છે. વન ડે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.

રોહિત શર્મા, લોકેશ રાહુલ, હાર્દિક પંડયા, કુલદીપ યાદવ અને યઝવેન્દ્ર ચહલ સહિતના ખેલાડીઓ ટીમમાં સ્થાન જાળવી રાખી શકે છે. જોકે દિનેશ કાર્તિક અને કેદાર જાધવને પડતા મૂકવામાં આવી શકે છે.

ભારત અને વિન્ડિઝ વચ્ચે તારીખ ૩ થી ૬ ઓગસ્ટ ટ્વેન્ટી-૨૦ રમાશે. આ પછી તારીખ ૮ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ત્રણ વન ડે અને ૨૨ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર દરમિયાન બે ટેસ્ટ રમાશે. 

વિન્ડિઝ પ્રવાસ માટેની ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે તેવી ભરપૂર સંભાવના છે. 

ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે મયંક અગ્રવાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ તેમજ નવદીપ સૈની સહિતના યુવા ખેલાડીઓએ દાવેદારી નોંધાવી છે. ઘરઆંગણાના ક્રિકેટમાં શાનદાર દેખાવને પગલે અગ્રવાલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર તેમજ શુભમન ગિલ જેવા બેટ્સમેનોને ટીમમાં સિલેક્શનની આશા છે. પાંડેએ વિન્ડિઝ-એ સામેની મેચમાં સદી ફટકારીને ફોર્મ દેખાડયું હતુ. ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલ તેમજ ઓપનર પ્રિયાંક પંચાલને ટીમમાં તક મળી શકે છે. આ ઉપરાંત હાર્દિક પંડયાના ભાઈ કૃણાલને પણ ટીમમાં સ્થાન અપાઈ શકે છે. ફાસ્ટર નવદીપ સૈની, ખલીલ અહમદ, દીપક ચાહર તેમજ યુવા સ્પિનર રાહુલ ચાહરને પણ ઈન્ડિયન કેપની આશા છે. વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસન પણ ટીમમાં પ્રવેશ મેળવી શકે છે.

ધવન અને શંકરની ફિટનેસ અંગે પ્રશ્નાર્થ

વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થઈને ખસી જનારા ભારતીય ઓપનર શિખર ધવન તેમજ ઓલરાઉન્ડર વિજય શંકરની ફિટનેસ અંગે કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી. બંને ખેલાડીઓ ફિટનેસ મેળવવા માટે બેંગ્લોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યા હતા. હવે પસંદગીકારો આવતીકાલે તેમની ફિટનેસના રિપોર્ટને જોયા બાદ કોઈ નિર્ણય લેશે. 

READ ALSO


Related posts

રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ

Nilesh Jethva

ગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત

Mansi Patel

કોરોના રોગમાં 200 કે 500 કરોડની નહીં 1400 કરોડ રૂપિયાની લોકોએ હોસ્પિટલમાં કરાવી સારવાર, દાવાઓ એક લાખે પહોંચ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!