GSTV
Home » News » ભારતીય શિક્ષિકા આવી કોરોના વાયરસની ઝપેટમાં, સારવાર માટે ભાઇએ માગી 1 કરોડની મદદ

ભારતીય શિક્ષિકા આવી કોરોના વાયરસની ઝપેટમાં, સારવાર માટે ભાઇએ માગી 1 કરોડની મદદ

ચીનના વુહાન અને શેનજેન શહેરોમાં ફેલાઇ રહેલા નિમોનિયાના નવા પ્રકારના વાયરસની ઝપેટમાં 45 વર્ષીય ભારતીય શિક્ષિકા આવી ગઇ છે. તે પ્રથમ વિદેશી છે જે સહસ્યમય એસએઆરએસ જેના કોરોનાવાયરસથી સંક્રમિત થઇ છે. શેનજેનની એક આંતરરાષ્ટ્રીય સ્કૂલની શિક્ષિકા પ્રીતિ માહેશ્વરીને ગત શુક્રવારે ગંભીરરૂપે બીમાર થયા બાદ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવી હતી.

ભાઇએ માગી મદદ

ચીનમાં પ્રીતિનીની સારવાર માટે 10 લાખ યુઆનનો ખર્ચ જણાવવામાં આવ્યો છે. તેની સારવાર માટે એમેઝોન બેંગલુરુમાં નોકરી કરતાં તેના ભાઈ મનીષ થાપાએ રૂ. 1 કરોડના ફંડની મદદ માંગી છે. અત્યાર સુધી 992 દાતાઓ દ્વારા પ્રીતિની સારવાર માટે રૂ. 29.45 લાખનું દાન પણ એકઠુ કરી દેવામાં આવ્યું છે.

શિક્ષિકાની હાલત ગંભીર

પ્રિતીના પતિ અંશુમન ખોવાલે જણાવ્યું કે ડોક્ટરોએ સોમનારે પુષ્ટિ કરી કે તે કોરોનાવાયરસથી સંક્રમિત છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. હાલ તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમણે જણાવ્યું કે, પ્રિતી હાલ બેભાન છે અને ડોક્ટરોએ જણાવ્યું છે કે રિકવરીમાં લાંબો સમય લાગશે.

ચીનમાં ભૂકંપ જેવી પરિસ્થિતી: પાંચ રાજ્યોના જાહેર માર્ગો પર અવર જવર બંધ

જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં જાણેકે ભૂંકપ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ચીનની સરકારે હુઆંગગાંગ, ઈઝોઉ, ઝિજિયાંગ અને કિંયાગજિઆંગ આ પાંચ રાજ્યોમાં જાહેર માર્ગો પર અવર જવર બંધ કરાવી દીધી. આ પાંચેય રાજ્યોની વસ્તી સૌથી વધારે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે કોરોના વાઈરસ શ્વાછોશ્વાસથી ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે સરકારે આ પગલા લીધા છે.

બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ

આ વાઈરસને કારણે ચીનમાં કુલ 18 લોકો મૃત્યું પામ્યા છે. જ્યારે અન્ય 631 લોકો આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. શનિવારથી ચીનમાં તેમના નવા વર્ષની શરૂઆત થવાની છે પરંતુ આ વાઈરસને કારણે બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ચીનના નાણામંત્રીએ હુબેઈની સરકાર પાસેથી આ વાઈરસનો અંત લાવવા 14.5 ડોલર એટલેકે અંદાજિત 1000 કરોડ રૂપિયા માગ્યા છે. મહત્વનું છે કે હુબેઈ ચીનનુંજ રાજ્ય છે અને હુબેઈની રાજધાની વુહાનમાં પણ માર્ગપરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાના શહેરવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વુહાનની અંદર રહે.

700 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા

અત્રે ઉલ્લેખનિય છે કે વુહાન શહેરને બંધ કરવાને કારણે ત્યા લગભગ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે અને 700માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશન હોવાને કારણે તેમના ઘરે જતા રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમની મદદ માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન શરૂ કરી છે અને ચીનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે, ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ખાવા પિવાની સુવિધા પૂરી પાડવામાં આવે.

4 હજાર લોકો કોરોના વાયરસની ઝપેટમાં

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે બુધવારે કોરોના વાયરસના કુલ 631 કેસ નોંધ્યા પરંતુ વુહાનમાં 4000 હજાર જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હોય તેવું અનુમાન છે. બીજી તરફ અમેરિકાના જ્યારે વોશિંગટનમાં પણ કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો, ત્યારે ત્યાની સરકારે તે વ્યક્તિના સંપર્કમાં રહેલા અન્ય 16 લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ આ વાઈરસના એક એક કેસ નોંધાયા છે અને થાઈલેન્ડમાં પણ ચાર કેસ નોંધાયા છે. જેથી આ વાઈરસનો અંત લાવવા આ તમામ દેશો મથામણ કરી રહ્યા છે. પરંતુ આ વાઈરસનો અંત કેટલા સમયમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

Read Also

Related posts

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા તાજ મહેલને જોઈ થઈ ખુશ ખુશાલ, પતિ સાથે પડાવી તસવીરો

Nilesh Jethva

તાજમહેલના દીદાર સમયે ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બુકમાં કરી આ નોંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!