ડોલર સામે ફરીવાર રૂપિયાનું ધોવાણ થયુ છે. બજાર ખુલતાની સાથે રૂપિયો 72.91 રૂપિયાની સપાટીએ ખુલ્યો હતો. રૂપિયાની નરમાશના કારણે દેશમાં મોંઘવારી બેફામ બનાવના એંધાણ છે. ડોલર સામે આજે રૂપિયો સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો. મંગળવારે રૂપિયો 72.69 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો. ત્યારે આજે ફરીવાર રૂપિયામાં 22 પૈસાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં 4 રૂપિયા સુધી રૂપિયો ગગડ્યો છે. 12 ઓગસ્ટના રોજ રૂપિયો 69 રૂપિયાની સપાટીએ હતો જે આજે 73 રૂપિયાની સપાટીની પાસે પહોંચી રહ્યો છે. રૂપિયાનું ધોવાણ થવાના કારણે પેટ્રોલીયમ પેદાશની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગ લાગી છે.