રૂપિયાની શરૂઆત આજે કમજોરી સાથે થઈ છે. ડોલરના મુકાબલે રૂપિયો આજે 10 પૈસાના ઘટાડા સાથે 74.30ના સ્તરે ખુલ્યો છે. બજાર ખુલ્યા બાદ રૂપિયો વધુ કમજોર જોવા મળ્યો હતો અને તે તેના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર 74.47એ પહોંચ્યો હતો. બુધવારે રૂપિયો 74.20ના સ્તર પર બંધ થયો હતો. ડોલરની સામે ગગડી રહેલો રૂપિયો ખરેખર ભારતની અર્થવ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય હોવાનું ઘણાં જાણકારોનું માનવું છે.