ભારતીય શેરબજારમાં એકતરફી વેચવાલીને પગલે ભારતીય ચલણમાં એકતરફી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રૂપિયો ડોલરની સામે સતત છઠ્ઠા સત્રમાં ઓલ ટાઈમ લો પર પહોંચ્યો છે.બુધવારના શરૂઆતી સેશનમાં જ ભારતીય ચલણ ડોલરની સામે 78.96ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. મંગળવારના ઓલટાઈમ લો ક્લોઝિંગ બાદ આજે પણ 11 પૈસાના ઘટાડે કરન્સી 78.96 પર ખુલ્યો હતો. બુધવારે ડોલરની રૂપિયો 48 પૈસા ઘટીને 78.85 પર બંધ આવ્યો હતો.ઈન્ડિયન શેર માર્કેટ બુધવારના સત્રમાં ક્રૂડની કાલની તેજી અને આજના રૂપિયાના ઘસારાને કારણે અંદાજે સેન્સેકસ-નિફટી 0.90%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે.આ મહિને જ ભારતીય રૂપિયામાં 1.9%નો અને આ વર્ષમાં જ 6.30%નો મસમોટો ઘસારો જોવા મળ્યો છે.જોકે આજે વિશ્વની છ મોટી કરન્સી સામે અમેરિકન ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેકસ 0.08%ના ઘટાડે 104.42 પર ટ્રેડ કરી રહ્યું છે.આજે મોડી રાત્રે જાહેર થનાર યુએસ ફેડરલ રિઝર્વની જૂન માસની મીટિંગ પર પણ સૌની નજર રહેશે.