રૂપિયો 3 મહિનાની સપાટીએ સૌથી વધુ મજબૂત, તમારા પર પડશે આ અસર

અમેરિકન ડૉલરની સરખામણીએ રૂપિયામાં મજબૂતીનો ઘટનાક્રમ સતત બીજા અઠવાડિયે પણ યથાવત છે. ગુરૂવારે એક અમેરિકન ડૉલરની સરખામણીએ રૂપિયો 51 પૈસાના શાનદાર વધારા સાથે 70.11ના સ્તર પર ખુલ્યો છે, જે 28 ઓગષ્ટ બાદ સૌથી મહત્તમ સ્તરે છે. તો વ્યાપારના પ્રારંભના અડધા કલાકમાં જ રૂપિયો 70 પ્રતિ ડૉલરના સ્તરની નીચે આવી ગયો છે. જોકે, રૂપિયો 69.98 પ્રતિ ડૉલરના સ્તર પર છે.

નિષ્ણાંતોનું કહેવુ છે કે રૂપિયો મજબૂત થવા પાછળ અમેરિકન ડૉલરમાં આવેલો ઘટાડો છે. સાથે જ ટ્રેડ વૉરને લઈને ઘટી રહેલી ચિંતાઓ અને ક્રૂડ કિંમતમાં આવેલ ભારે ઘટાડાનો ફાયદો પણ રૂપિયાને મળ્યો છે. એવી સ્થિતિમાં હવે સામાન્ય માણસને મોટી રાહત મળશે, કારણકે ઈમ્પોર્ટ કરવુ સસ્તુ થઈ જશે. એવામાં પેટ્રોલ-ડીઝલની સાથે બીજી કેટલીક ચીજ વસ્તુઓના ભાવ ઘટવાની શક્યતા છે.

રૂપિયામાં મજબૂતી આવવાથી શું થશે- રૂપિયાની કિંમત સંપૂર્ણ રીતે તેની માંગ અને પુરવઠા પર નિર્ભર કરે છે. રૂપિયા પર આયાત અને નિકાસની પણ અસર પડે છે. અમેરિકન ડૉલરને વૈશ્વિક કરન્સીનું ગૌરવ પ્રાપ્ત છે. જેનો અર્થ છે કે નિકાસ થતી મહત્તમ ચીજ વસ્તુઓનુ મૂલ્ય ડૉલરમાં ચૂકવવામાં આવે છે. આ જ કારણ છે કે ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમત પરથી જાણવા મળ્યું છે કે ભારતીય ચલણ મજબૂત છે કે નબળું. અમેરિકન ડૉલરને વૈશ્વિક કરન્સી એટલા માટે માનવામાં આવે છે, કારણકે દુનિયાના મોટાભાગના દેશ આંતરરાષ્ટ્રીય કારોબારમાં તેનો પ્રયોગ કરે છે. આ મોટાભાગના સ્થળો પર સરળતાથી સ્વીકાર્ય છે.

તમારી પર અસર- ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 80 ટકા પેટ્રોલિયમ ઉત્પાદન આયાત કરે છે. રૂપિયામાં મજબૂતીથી પેટ્રોલિયમ ઉત્પાદનોને વિદેશમાંથી ખરીદીને દેશમાં લાવવાથી સસ્તા થાય છે. જેનાથી ઑઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડી શકે છે. ડીઝલના ભાવ ઓછા થવાથી નૂરનું ભાડું ઘટી જશે, જેને પગલે મોંઘવારીમાં ઘટશે. આ સિવાય ભારત મોટા પાયે ખાદ્ય તેલો અને દાળની પણ આયાત કરે છે. રૂપિયાની મજબૂત થતાં ડોમેસ્ટિક બજારમાં ખાદ્ય તેલો અને દાળની કિંમત ઘટી શકે છે.

આ છે સીધી અસર- એક અનુમાન મુજબ ડૉલરના ભાવમાં એક રૂપિયાની તેજીથી ઑઈલ કંપનીઓ પર 8000 કરોડ રૂપિયાનો ભાર પડે છે. જેનાથી તેમને પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારવા મજબૂર થવુ પડે છે. પેટ્રોલિયમ ઉત્પાદનની કિંમતમાં 10 ટકાના વધારાથી મોંઘવારી લગભગ 0.8 ટકા વધી જાય છે. જેની સીધી અસર ખાવા-પીવા અને પરિવહન ખર્ચ પર પડે છે. જોકે, હવે રૂપિયો મજબૂત થવાથી આ ચક્ર ઉલટુ ફરશે. એવામાં સરકારની સાથે-સાથે કંપનીને પણ ફાયદો થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter