GSTV

આ છે દેશની 9 રોયલ ફેમિલી, જે આજે પણ જીવે છે શાહી ઠાઠ-માઠ સાથે

ભારતના ઇતિહાસમાં ઘણા રાજા-મહારાજાઓનો ઉલ્લેખ છે. જો કે, છેલ્લા પાંચ દાયકામાં ઘણું બધું બદલાઈ ગયુ છે. 1971 માં ભારતના બંધારણની 26મા સુધારા સાથે, રાજાઓને આપવામાં આવેલા વિશેષ ઉપાધિઓ અને તેમને આપવામાં આવેલા પ્રિવી પર્સ (મહારાજાઓને મળતા આર્થિક લાભ) નાબૂદ કરવામાં આવ્યા છે. આ પછી, રાજવી પરિવારોએ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. જો કે, હજી પણ ઘણા રાજવી પરિવારો છે જેઓ આજે પણ તેમના પૂર્વજોની જેમ, છટાદાર રીતે જીવન જીવે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક રાજવંશ પરિવારો વિશે.

મેવાડ રાજવંશ

મહારાણા પ્રતાપનો મેવાડ રાજવંશએ ભારતનો સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત શાહી વંશ છે. હાલમાં, રાણા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ વંશના 76મા રક્ષક છે અને તેમનો પરિવાર ઉદયપુરમાં રહે છે. તમામ રાજવી દરજ્જો ઉપરાંત, આ પરિવાર પાસે સમગ્ર રાજસ્થાનમાં હેરિટેજ હોટલ, રિસોર્ટ્સ અને ચેરિટી સંસ્થાઓ છે.

જયપુરનો રાજવી પરિવાર

જયપુરનો રાજવી પરિવાર રાજપૂતોના વંશજો છે, જેને કચ્છવાહ વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોકો ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કરે છે. મહામહિમ ભવાની સિંહ તેમના અંતિમ મહારાજા હતા. ભવાની સિંહને કોઈ પુત્ર નહોતો, તેથી 2002 માં તેમણે તેમની પુત્રીના મોટા પુત્ર પદ્મનાભ સિંહને દત્તક લીધો. પદ્મનાભ સિંહ આ રાજવી પરિવારની પરંપરા સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. પદ્મનાભ સિંહ રાષ્ટ્રીય કક્ષાના પોલો પ્લેયર પણ છે.

અલસીસરનો રાજવી પરિવાર

હાલમાં અભિમન્યુ સિંહ અલસીસરના રાજવી પરિવારના વડા અને સોળમા વંશજ છે. તેઓ ખેત્રીના રાજ્ય પર શાસન કરવા માટે જાણીતા છે. તેઓ જયપુર અને રણથંભોરમાં ભવ્ય મહેલો ધરાવે છે. આ સિવાય તેમનો પરિવાર તેની મિલકતો પર ઘણી હોટલો પણ ચલાવી રહ્યો છે.

રાજકોટના રાજવી પરિવાર

બદલાતા સમય સાથે, ઘણા રાજવી પરિવારોએ તેમના મહેલોને હેરિટેજ હોટલોમાં પરિવર્તિત કર્યા છે પરંતુ રાજકોટના રાજવી પરિવારે હજી સુધી આમ કર્યું નથી. હાલમાં યુવરાજ માંધાતાસિંહ જાડેજા તેના પ્રમુખ છે. રાજવી પરિવાર હવે બાયો ફ્યુઅલ ડેવલપમેન્ટ અને હાઇડ્રોપાવર પ્લાન્ટમાં રોકાણ કરી રહ્યું છે.

વાડિયાર રોયલ ફેમિલી

આ પરિવારનો ઇતિહાસ ભગવાન શ્રીકૃષ્ણના યદુવંશ સાથે સંકળાયેલ છે. હાલમાં મૈસુરના આ રાજવી પરિવારનો રાજા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર છે. આ શાહી પરિવાર મૈસૂરના પ્રખ્યાત રેશમ બ્રાન્ડ ધ રોયલ સિલ્ક ઓફ મૈસૂરનો માલિક છે. તેની શરૂઆત રાજા યદુવીરના કાકા શ્રીકાંતદત્ત દ્વારા કરવામાં આવી હતી.

જોધપુરનો રાજવી પરિવાર

રાઠોડ શાસકો આઠમી સદીના પ્રાચીન રાજવંશમાંથી એક છે. હાલમાં મહારાજા ગજસિંહ દ્વિતીય તેના પ્રમુખ છે. આ રાજવી પરિવારની પાસે જોધપુરમાં ખૂબ મોટું ઘર છે. આ ઉપરાંત ઉમેદ ભવન અને મેહરાનગઢ કિલ્લો પણ તેમનો છે.

બીકાનેરનો રાજવી પરિવાર

બીકાનેર શહેર અગાઉ બીકાનેર રજવાડાની રાજધાની હતું. શહેરની સ્થાપના રાવ બિકા દ્વારા 1488 એડીમાં કરવામાં આવી હતી. બિકાનેરના હાલના રાજવી પરિવારનું નેતૃત્વ મહારાજા રવિ રાજ સિંહ કરી રહ્યા છે, જે બીકાનેરના 25મા મહારાજા છે.

બરોડાનું ગાયકવાડ ફેમિલી

ગાયકવાડ રાજવી પરિવારના વડા સમરજિતસિંહ ગાયકવાડ છે. મરાઠાઓના આ વંશજો 18 મી સદીમાં બરોડામાં આવીને સ્થાયી થયા હતા. વર્તમાન શાસકને લક્ષ્મી વિલાસ પેલેસ સહિત 20,000 કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળી છે.

પટૌડીના નવાબ

આ રાજવી પરિવારને દરેક લોકો જાણે છે. પટૌડી રાજવંશને શરૂઆતમાં ભારતીય ટોચની ટીમના વડા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી સંભાળતા હતા. આ પરિવારની પરંપરા હવે બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન આગળ વધારી રહ્યા છે.

READ ALSO

Related posts

ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા ભાજપના કાર્યકરો ભૂલ્યા ભાન, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાવ્યા ધજાગરા

Nilesh Jethva

હદ છે યાર ! લૂડો ગેમ રમતા પિતા સામે હારી જતા 24 વર્ષિય દિકરીએ કોર્ટમાં બાપ સામે કેસ કર્યો !

Pravin Makwana

રાહુલ ગાંધીએ PM મોદી ઉપર સાધ્યુ નિશાન- કાશ, COVID એક્સેસ સ્ટ્રેટેજી જ ‘મનની વાત’ હોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!