GSTV
Home » News » 10 વર્ષમાં સૌથી ખરાબ હાલતમાં પહોંચી Railway, મોદી સરકાર માટે મોંકાણના સમાચાર

10 વર્ષમાં સૌથી ખરાબ હાલતમાં પહોંચી Railway, મોદી સરકાર માટે મોંકાણના સમાચાર

કેગનાં આંકડાઓને સરળતાથી સમજીએ તો રેલ્વે 98 રૂપિયા 44 પૈસા લગાવીને ફક્ત 100 રૂપિયાની કમાણી કરી રહી છે. એટલે કે રેલ્વેને ફક્ત 1 રૂપિયો અને 56 પૈસાનો નફો થઈ રહ્યો છે. જો વ્યાપારિક દ્રષ્ટીએ જોઈએતો તે અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતીમાં છે. આનો સીધો અર્થ એ છે તેપોતાનાં તમામસંસાધનોથી રેલ્વે 2 ટકા જેટલું પણ કમાણી નથી કરી રહી.

એકતરફ જ્યાં મોદી સરકાર દેશમાં બુલેટ ટ્રેન લાવવાની તૈયારી માં સતત વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ ભારતીય રેલ્વે 10 વર્ષોની સૌથી ખરાબ સમયમાં પહોંચી છે. ત્યારે આ વાતની ગંભીર નોધ કેગે લીધી છે. કેગનાં રિપોર્ટ અનુસાર ભારતીય રેલ્વેની કમાણી છેલ્લા દસ વર્ષોમાં સૌથી નિચલા સ્તરે પહોંચી છે. રેલ્વેનું પિરચાલન કંમાણી નાણાંકીય વર્ષ 2017-18માં 98.44 ટકા પહોંચ્યું છે.

કેગની રિપોર્ટ અનુસાર ખાધનું મુખ્ય કારણ ઉચ્ચ વૃદ્ધિ દર છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2017-18નાં નાણાંકીય વર્ષમાં 7.63 ટકા સંચાલનમાં ઓપરેટિંગ ખર્ચની સરખામણીએ વૃદ્ધિ દર 10.29 ટકા હતો.

કેગના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2008-09માં રેલ્વેનું ઓપરેટિંગ રેશિયો 2009-10માં 90.48 ટકા, 2009-10માં 95.28 ટકા, 2010-11માં 94.59 ટકા, 2011-12માં 94.85 ટકા, 2012-13માં 90.19 ટકા, 2013-14માં 93.6 ટકા હતો. , 2014-15માં 91.25 ટકા, 2015-15માં 90.49 ટકા, 2016-17માં 96.5 ટકા અને 2017-18માં 98.44 ટકા પર પહોંચી ગયો છે.

કેગે રેલ્વેની ખરાબ હાલત માટે છેલ્લા બે વર્ષોમાં IBR-IAFનાં અંતર્ગત એકઠા કરવમા્ં આવેલા રૂપિયાનો વપરાશ થયો નથી તે પણ જણાવ્યું છે. રિપોર્ટમાં સલાહ આપી છે કે રેલ્વેને બાઝારમાંથી મળેલાં ફંડનો પૂરે પૂરો ઉપયોગ કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવવો જોઈએ.

કેગે રેલ્વેનાં નફામાં કઈ રીતે વધારો કરી શકાય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેગની તરફથી કહેવામાં આવ્યું છે કે સકલ અને વધારાનું બજેટીય સંસાધનો પર નિર્ભરતાનો ઓછી કરવામાં આવે તેની સાથે સાથે ચાલું નાણાંકીય વર્ષ દરમ્યાન રેલ્વેની પૂંજીગત ખર્ચમાં પણ ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

LICના ગ્રાહકો માટે આવી ખુશખબર, હવે ઓનલાઈન પેમેન્ટ પર પણ નહીં લાગે કોઈ ચાર્જ

Karan

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!