GSTV

રેલવેમાં નોકરી મેળવવા ઇચ્છતા લોકોને મોટો ઝાટકો, સરકારે લીધો મોટો નિર્ણય

કોરોના વાયરસ મહામારી બેરોજગારો માટે પણ અભિશાપ સમાન સાબિત થઇ રહી છે. ભારતીય રેલવેએ હાલ પૂરતા તમામ પ્રકારની નવી નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયા પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયનો એ ઉમેદવારો પર અસર થશે જે રેલવેમાં નોકરી મેળવવા પરીક્ષા પાસ કરી ચુક્યા છે અને નોકરીના ઓર્ડર આવવાની રાહ જોઈ બેઠા છે. કોરોના વાયરસને કારણે રેલવેને મોટી નુક્શાનીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

58 ટાકા સુધીનું નુકશાન

રેલવેના નાણાકીય કમિશનરે 19 જૂનના રોજ લખેલ એક પરિપત્રમાં તમામ ઝોનના જનરલ મેનેજરોને જણાવવામાં આવ્યું છે કે રેલવે પરિવહનથી થનાર આવકમાં મેના અંત સુધીમાં ગત વર્ષની સરખામણીમાં 58% જેટલી ઓછી થઇ છે. પાત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખર્ચ પર નિયંત્રણ અને આવક વધારવા માટેના નવા રસ્તા શોધવા પડશે. પરિપત્ર મુજબ 2017 માં તત્કાલીન આયુક્ત અને 2018માં રેલવે બોર્ડે પણ આ પ્રકારના પગલાં ભર્યા હતા.

તમામ પ્રકારની ભરતી બંધ

આ ઉપરાંત નવા પદ પર ભરતી કરવા પર પણ રોક લગાવી દેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ઉભા કરવામાં આવેલા પદની સમીક્ષા કરવી પડશે અને જો આ પદ પર ભરતી નથી થઇ તો ભરતી રોકી શકાય છે. આ ઉપરાંત વર્કશોપમાં કર્મચારીઓને વધુ કાર્યશીલ બનાવી શકાય છે.

ભરતી બંધ કરી ખર્ચ ઓછો કરવા સલાહ

આયુકતના પાત્રમાં કહેવામાં આવ્યું છેકે, “તમે જાણો છો તેમ સરકારનો આદેશ છે કે રેલવે ને પેંશન સહીત રાજસ્વ ખર્ચ પોતે જ આપવો પડશે. કોવિડ-19ને લીધે આ વર્ષની લક્ષ્યાંક આવક પર પ્રતિકૂળ પ્રભાવ થવાની સંભાવના છે.” આયુક્તએ રેલવે ના તમામ ઝોનને કર્મચારીઓ પર થતા ખર્ચ પર કાપ મુકવા અને તેમને અન્ય ઘણા કાર્યોમાં કાર્યક્ષમ બનાવવા, કરારોની સમીક્ષા કરવા, વીજવપરાશ ઓછો કરવા અને પ્રશાસનિક અને અન્ય ક્ષેત્રોમાં ખર્ચ ઓછો કરવા પણ સલાહ આપવામાં આવી છે.

Related posts

બાઉન્સરે પૈસા માટે અબજોપતિની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, સંબંધ બાંધવા દરમિયાન લીધો જીવ

Vishvesh Dave

મેહબૂબા મુફ્તીએ કેન્દ્રની મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, અમે પાકિસ્તાની અને માત્ર ભાજપવાળા જ હિંદુસ્તાની?

pratik shah

દરવાજા ખુલ્યાં / ભારતીયો ક્યા દેશમાં જઈ શકશે, ક્યા દેશમાં ક્વોરન્ટાઈન થવું પડશે…? જાણો પરદેશ પ્રવાસની તમામ વિગતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!