GSTV

યાત્રીઓને જલસા! રેલવેએ લીધો મોટો નિર્ણય, જો બિલ ના મળ્યું તો સામાન ફ્રીમાં

Last Updated on July 19, 2019 by Arohi

ઘણી વખત જોવા મળે છે કે પ્લેટફોર્મ અથવા તો ટ્રેનમાં જ્યારે આપણે કોઈ સામાન ખરીદીએ છીએ તો વેન્ડર તેનું બિલ નથી આપતા. પરંતુ તે માટે હવે ભારતીય રેલવેએ એક નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ સ્ટેશન અથવા ટ્રેનમાં સામાન વેચનાર વેન્ડર તમને બિલ ન આપે તો ખરીદવામાં આવેલો સામાન સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. આવો આ નિયમ વિશે વિસ્તારથી જાણીએ.

હકીકતે રેલ મંત્રી પીયુષ ગોયલે ટ્વીટ કરી જણાવ્યુ- રેલવે દ્વારા No Bill, No Paymentની નીતિ અપનાવતા વેન્ડર દ્વારા ગ્રાહકોને બિલ આપવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. ટ્રેન અથવા રેલવે પ્લેટફોર્મ પર જો કોઈ વેન્ડર તમને બિલ આપવાનો ઈનકાર કરે તો તમારે તેને પૈસા આપવાની જરૂર નથી.

તેને સમજાવવા માટે રેલવે મંત્રીએ એક વીડિયો પણ શેર કર્યો છે. મહત્વની વાત એ છે કે રેલવેએ આ નીતિ તત્કાલમાં જ દેશના દરેક સ્ટેશનો અને ટ્રેનોમાં લાગુ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે સ્ટેશનો અને ટ્રેનોમાં વેન્ડરોની મનમાની ફરિયાદ મળી રહી હતી. રેલ મંત્રીએ થોડા દિવસ અગાઉ સદનમાં જણાવ્યું કે ત્રણ વર્ષોમાં ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી રેલ મંત્રાલયને 7 લાખથી વધુ ફરિયાદ મળી. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર વર્ષ 2016-17માં  1,71,109, 2017-18 માં 2,79,376, 2018-19 માં 2,47, 546 ફરિયાદો મળી.

ત્યાં જ 2019-20 એટલે કે એપ્રિલથી 19 જૂન સુધી અત્યાર 64,051 ફરિયાદો રેલવેને મળી ચુકી છે. એટલે પાછલા ત્રણ વર્ષોની અંદર રેલવે યાત્રીઓની 7,62,982 ફરિયાદ મળી ચુકી છે. રેલવેના જણાવ્યા અનુસાર ફરિયાદ મળવાના તરત બાદ એક્શન લેવામાં આવી. જેના કારણે 5, 12, 291 સકારાત્મક ફિડબેક મળ્યા.

Read Also

Related posts

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!