GSTV
Gujarat Government Advertisement

કઇ ટ્રેન ક્યાં પહોંચી અને કેટલી મોડી છે તેની ઘરબેઠા મળશે જાણકારી, રેલવે કરી રહ્યું છે આ તૈયારી

Last Updated on August 24, 2020 by Mansi Patel

ટ્રેન વહેલી છે કે મોડી તેની ફિકર રાખવાની ઝંઝટમાંથી ઇસરો મૂક્તિ આપશે. રિયલ ટાઇમ ઇન્ફોરેમેશન સીસ્ટમ દ્વારા ટ્રેનોની દરેક ગતિવીધી પર નજર રાખી શકાશે અને હાલમાં ટ્રેન ક્યાં પહોંચી છે તેની જાણકારી ઘરે બેઠા જ મેળવી શકાશે. ઇસરોના સેટેલાઇટની મદદથી ભારતીય રેલવેની તમામ ટ્રેનો પર ચાંપતી નજર રખાશે. આના માટે ભારતીય રેલવેના દરેક અન્જીનમાં જીપીએસ સીસ્ટમને ફિટ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ હતી, એમ રેલવેના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું.

હવે તમામ એન્જીનો ઇસરો સાથે જોડાવવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યા છે.  પ્રથમ તબક્કામાં 2700 ઇલેકટ્રિક એન્જીનમાં જીપીએસ સીસ્ટમને જોડવામાં આવશે ત્યાર પછી 3800 ડીઝલ એન્જીનોમાં પણ આ ટેકનિક ફિટ કરાશે. બીજા તબક્કામાં છ હજાર એન્જીનો જીપીએસ સીસ્ટમથી સજ્જ હશે. વર્ષ 2021 સુધીમાં રેલવેના તમામ એન્જીનોમાં આ સીસ્ટમ ફિટ કરી દેવામાં આવશે, એમ અધિકારીએ કહ્યું હતું. આ કામગીરી પુરી થયા પછી કઇ ટ્રેન ક્યાં પહોંચી અને કેટલી મોડી છે તેની જાણકારી તરત જ મેળવી શકાશે.

અત્યાર સુધી રેલવેની તકલીફ એ હતી કે તેની પાસે કઇ ટ્રેન ક્યાં પહોંચી તેની  માહિતી મેળવવા કોઇ ટેકનિક જ નહતી. પરિણામે મુસાફરોને ચોક્કસ માહિતી મળી શકતી ન હતી. નેશનલ ટ્રન ઇંક્વાયરી સીસ્ટમ પરથી પણ કોઇ જ સચોટ જાણકારી મળતી ન હતી.શિયાળામાં ધુમ્મસના કારણે મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડે છે.

ઘણી વખતે તો સ્ટેશને પહોંચ્યા પછી મુસાફરોને ખબર પડે છે કે ટ્રેન 24 કલાક મોડી છે. ઇસરોના સેટેલાઇટ મારફતે હવે એક એક પળની જાણકારી મળતી રહેશે. ઉત્તર રેલવેના જનસંપર્ક અિધકારી  પંકજ કુમાર સિંહે કહ્યું હતું કે હવે દરેક મુસાફરને તેની ટ્રેન ક્યાં પહોંચી તેની ચોક્કસ માહિતી મળી જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!