GSTV

રેલવેના મુસાફરો માટે ખુશખબર: ભારતીય રેલવે 21 જૂનથી શરૂ કરશે આ 50 સ્પેશિયલ ટ્રેનો, એક ક્લિકે ચેક કરો આખુ લિસ્ટ

ટ્રેનો

Last Updated on June 19, 2021 by Bansari

ભારતીય રેલ્વે મંત્રાલય તે સ્પેશિયલ ટ્રેનોને ફરી શરૂ કરી રહ્યું છે, જે કોરોના દરમિયાન 21 જૂનથી રોકી દેવામાં હતી. કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે આ સપ્તાહની શરૂઆતમાં પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે, આવનારા દિવસોની જેમ રેલવે સંચાલન પણ પહેલાની જેમ સરળ કરવામાં આવશે. જૂની સ્પેશિયલ ટ્રેન શરૂ થશે તેમજ નવી સમર સ્પેશિયલ 25 જૂનથી શરૂ કરવામાં આવશે જે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી મહારાષ્ટ્રના બાંદ્રા ટર્મિનસ સુધી દોડશે.

રેલવે

રેલ્વે મંત્રીએ ટ્વીટ કર્યું હતું

કેન્દ્રીય રેલ્વે મંત્રીએ તેમના ટ્વિટર હેન્ડલથી આ ઇરાદાની ઘોષણા કરી હતી, તેમણે ટ્વિટ કર્યું હતું. “આવનારા કેટલાક દિવસોમાં, ભારતીય રેલ્વે દ્વારા ઘણી રેલ્વે સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનોને લગતી વધુ માહિતી માટે વેબસાઇટ bit.ly/RestoredTrainsની મુલાકાત લો અને 25 જૂનથી ગોરખપુરથી બાંદ્રા ટર્નિમસ સુધીની સમર સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી રહી છે. માંગ અને વ્યાવસાયિક ઔચિત્ય અનુસાર ટ્રેનની સંખ્યાને ધીરે ધીરે વધારવામાં આવી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં દરરોજ દોડનારી 800 મેલ/એક્સપ્રેસ ટ્રેનોથી શુક્રવાર સુધીમાં યાત્રી સેવાઓ વધીને 983 મેલ/એક્સપ્રેસ ટ્રેનો સુધી પહોંચી ગઇ છે, જે પૂર્વ-કોવિડ સ્તરના આશરે 56 ટકા છે. 1થી 18 જૂનની વચ્ચે ઝોનલ રેલવેને 660 વધુ મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સંચાલનને મંજૂરી આપવામા આવી છે. ફરીથી શરૂ કરવામાં આવી રહેલી વિશેષ ટ્રેનોમાં દિલ્હી-કાલકા શતાબ્દી એક્સપ્રેસ, નવી દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસ, નવી દિલ્હી-અમૃતસર જંક્શન શતાબ્દી એક્સપ્રેસ, દિલ્હી જંક્શન-કોટદ્વારા શતાબ્દી એક્સપ્રેસ, ચંદીગઢ-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ, દિલ્હી સરાય રોહિલ્લા-જમ્મુ તવી દુરંતો સામેલ છે. માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી શ્રી શક્તિ, કાલકા-શિમલા એક્સપ્રેસ, બિલાસપુર જંક્શન-નવી દિલ્હી એક્સપ્રેસ, જમ્મુ-તવી- યોગનાગરી ઋષિકેશ એક્સપ્રેસ, લખનઉ-પ્રયાગરાજ સંગમ એક્સપ્રેસ, છાપરા-લખનઉ જંક્શન એક્સપ્રેસ અને ફરુખાબાદ-છાપરા એક્સપ્રેસ.

મુસાફરોને રાહતની આશા

કોરોના મહામારી પછીથી બંધ થયેલી સ્પેશિયલ અથવા અન્ય ટ્રેનો બંધ થવાના કારણે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ લહેર પછી, પરિસ્થિતિ થોડી સામાન્ય થઈ ગઈ હતી કે બીજી લહેરે દેશને ઝકડી લીધો છે. પરંતુ હવે રેલ્વેએ અનલોક હેઠળ રોકેલી ટ્રેનોને ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

રેલવે

જાણો કઇ ટ્રેનો શરૂ થશે

ટ્રેન નંબર 02011- 21 જૂનથી , ટ્રેન નંબર 02012- 21 જૂનથી , ટ્રેન નંબર 02017- 21 જૂનથી   , ટ્રેન નંબર 02018- 21 જૂનથી , ટ્રેન નંબર 02013- 1 જુલાઇ થી , ટ્રેન નંબર 02014- 2 જુલાઇ થી , ટ્રેન નંબર 02005- 21 જૂનથી , ટ્રેન નંબર 02006- 22 જૂનથી   , ટ્રેન નંબર 04048 – 21 જૂનથી  , ટ્રેન નંબર 04047 21 જૂનથી   , ટ્રેન નંબર 02046- 21 જૂનથી , ટ્રેન નંબર 02045 21 જૂનથી , ટ્રેન નંબર 02029- 2 જુલાઇ થી , ટ્રેન નંબર 02030- 2 જુલાઇ થી , ટ્રેન નંબર 02265- 2 જુલાઇ થી , ટ્રેન નંબર 02266- 3 જુલાઇ થી , ટ્રેન નંબર 02462- 1 જુલાઇ થી , ટ્રેન નંબર 02461 2 જુલાઇ થી , ટ્રેન નંબર 04527- 21 જૂનથી , ટ્રેન નંબર 04528 21 જૂનથી   , ટ્રેન નંબર 04517- 21 જૂનથી , ટ્રેન નંબર 04518- 21 જૂનથી , ટ્રેન નંબર 04518- 21 જૂનથી   , ટ્રેન નંબર 04505- 21 જૂનથી , ટ્રેન નંબર 04506 21 જૂનથી   , ટ્રેન નંબર 04051- 21 જૂનથી , ટ્રેન નંબર 04052 21 જૂનથી , ટ્રેન નંબર 04640- 21 જૂનથી , ટ્રેન નંબર 04639 –21 જૂનથી , ટ્રેન નંબર 02441- 24 જૂનથી , ટ્રેન નંબર 02442- 22 જૂનથી , ટ્રેન નંબર 04606- 4 જુલાઇ થી , ટ્રેન નંબર 04605- 5 જુલાઇ થી , ટ્રેન નંબર 04041 21 જૂનથી , ટ્રેન નંબર 04042- 22 જૂનથી , ટ્રેન નંબર  04515- 21 જૂનથી   , ટ્રેન નંબર 04516- 22 જૂનથી   , ટ્રેન નંબર 04210- 21 જૂનથી , ટ્રેન નંબર 04209- 22 જૂનથી , ટ્રેન નંબર 04233- 21 જૂનથી   , ટ્રેન નંબર 04234- 22 જૂનથી   , ટ્રેન નંબર 04231- 21 જૂનથી , ટ્રેન નંબર 04232- 21 જૂનથી   , ટ્રેન નંબર 05053- 1 જુલાઇ થી , ટ્રેન નંબર 05054- 28 જૂનથી , ટ્રેન નંબર 05083-29 જૂનથી   , ટ્રેન નંબર 05084 – 30 જૂનથી , ટ્રેન નંબર 05114- 1 જુલાઇ થી , ટ્રેન નંબર 05113- 2 જુલાઇ થી , ટ્રેન નંબર 02595- 17 જૂનથી  અને ટ્રેન નંબર  02596- 18 જૂનથી  દોડાવવામાં આવશે.

આ તમામ ટ્રેનોનું સંચાલન જો નિશ્વિત સમયે થઇ જાય તો તેનાથી યાત્રીઓને ઘણી રાહત મળશે.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!