GSTV
Home » News » હવે ચાલુ ટ્રેનમાં મળશે મસાજની મજા, ભારતીય રેલની નવી સર્વિસ

હવે ચાલુ ટ્રેનમાં મળશે મસાજની મજા, ભારતીય રેલની નવી સર્વિસ

ભારતીય રેલના ઇતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે યાત્રીઓ માટે ચાલતી ટ્રેનમાં મસાજની સુવિધા ઉપલબ્ધ હશે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે હાલ માલિશની સુવિધા ઇન્દોરથી ચાલતી 39 ટ્રેનોમાં ઉપલબ્ધ થશે. અધિકારીએ જણાવ્યું કે આ પ્રસ્તાવ વેસ્ટર્ન રેલવે ઝોનની રતલામ ડિવિઝન તરફથી રજૂ કરવામાં આવ્યો.

અધિકારીએ જણાવ્યું કે ભારતીય રેલના ઇતિહાસમાં પહેલીવાર યાત્રીઓની સુવિધા માટે ચાલતી ટ્રેનમામ મસાજ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી રેવન્યૂ વધવાની સાથે યાત્રીઓની સંખ્યા પણ વધશે. રેલવેને તેનાથી 20 લાખ રૂપિયાના વધારાના વાર્ષિક રેવન્યૂ મળશે અને અનુમાન છે કે 20 હજાર સર્વિસ પ્રોવાઇડર્સ ટિકિટ વેચવાથી 90 લાખ રૂપિયાની કિંમતની ટિકિટોનું વધારે વેચાણ થશે.

રેલવે બોર્ડે મીડિયા એન્ડ કમ્યુનિકેશન્સના ડાયરેક્ટર, રાજેશ બાજપાયીએ જણાવ્યું કે, આવું પહેલીવાર બનશે જ્યારે આ પ્રકારનો કોઇ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યો છે. કિંમતની વાત કરીએ તો દર વખતે ફુટ મસાજ અને હેડ મસાજ માટે 100 રૂપિયા આપવાના રહેશે.

આ સ્કીમ રેલવેની તે સ્કીમનો હિસ્સો છે જેમાં તમામ ઝોન અને ડિવિઝનને નવા અને ઇનોવેટિવ આઇડિયા આપવાનું કહેવામાં આવ્યું હતું જેથી ભાડા ઉપરાંત અન્ય વસ્તુઓથી પણ રેવન્યૂ જનરેટ થઇ શકે.

Read Also

Related posts

સાનિયા મિર્ઝાની બહેને કહ્યું ‘કબૂલ હૈ’, અને જીવન ભર માટે બની ગઈ આ દિગ્ગજ ક્રિકેટરના પુત્રની સંગીની

NIsha Patel

ડોક્યુમેન્ટ વિના પણ બની જશે તમારુ આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ નવી સુવિધા

Bansari

SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

Karan
Do NOT follow this link or you will be banned from the site!