GSTV

120 રેલવે પ્લેટફોર્મના ઉપયોગ માટે ચૂકવવો પડશે ચાર્જ : ટીકિટના ભાવમાં થશે વધારો, સરકાર લઈ રહી છે આ નિર્ણય

Last Updated on December 7, 2020 by Bansari

નજીકના ભવિષ્યમાં હવે રેલવે સ્ટેશનના વપરાશ માટે યુઝર્સ ચાર્જીસ લેવામાં આવશે. દેશનાં 120 મોટાં રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટ પ્લાનના ભાગ રૂપે યુઝર્સ ચાર્જીસ વસૂલ કરાશે.આ રિડેવલપમેન્ટ પ્રાઇવેટ કંપનીઓ કરશે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ આગામી બે સપ્તાહમાં કેન્દ્રીય કેબિનેટ આ અંગે નિર્ણય લેશે. પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સને આકર્ષવા સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરાશે.

કોરોના

જુદા જુદા ક્લાસના ઉતારુઓ માટે જુદા જુદા ચાર્જ

આ નિર્ણય જો કે રેલવે મંત્રાલય લેશે. સરેરાશ દસથી પંદર રૂપિયા યુઝર્સ ચાર્જીસ હશે. જુદા જુદા ક્લાસના ઉતારુઓ માટે જુદા જુદા ચાર્જ રહેશે. સૌથી વધુ ચાર્જ ફર્સ્ટ ક્લાસના પેસેંજર માટે રહેશે.શરૂઆતમાં સો સવાસો સ્ટેશન પર રિડેલપમેન્ટ કરાશે. યુઝર્સ ચાર્જીસ સીધા પ્રાઇવેટ કંપનીને મળશે એટલે એ તેમની કાયમી આવકનો હિસ્સો બની રહેશે.

પ્લેટફોર્મ

વિશ્વસનીય સૂત્રે આપેલી માહિતી મુજબ દિલ્હી, મુંબઇ સેન્ટ્રલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ (બોરીબંદર) નાગપુર, તિરુપતિ, ચંડીગઢ અને ગ્વાલિયર જેવાં મોટાં સ્ટેશનોનો સમાવેશ થાય છે. મુંબઇ અને દિલ્હી માટેની બીડીંગ તારીખો જાહેર થઇ ચૂકી હતી. એ તારીખ સુધીમાં પ્રાઇવેટ કંપનીએા બીડીંગ કરી શકશે.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!