GSTV
Home » News » રેલવેને મળી પોતાની કમાન્ડો યુનિટ, સંવેદનશીલ ક્ષેત્રોમાં ટ્રેનને સુરક્ષિત રાખશે CORAS

રેલવેને મળી પોતાની કમાન્ડો યુનિટ, સંવેદનશીલ ક્ષેત્રોમાં ટ્રેનને સુરક્ષિત રાખશે CORAS

ભારતીય રેલવેને પોતાની કમાન્ડો યૂનિટ મળવા જઇ રહી છે. 1200 સ્પેશિયલી ટ્રેન્ડ કમાન્ડોઝને સંવેદનશીલ રેલ સેક્ટર્સમાં તૈનાત કરવામાં આવશે. તેમાં જમ્મુ-કાશ્મીર, નક્સલ પ્રભાવિત જિલ્લા અને ઉત્તર-પૂર્વી રાજ્ય સામેલ છે. એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં 14 ઓગસ્ટે આ કમાન્ડોઝ ફૉર રેલવે સેફ્ટી (CORAS)ની પ્રથમ બટાલિયન લૉન્ચ કરવામાં આવશે.

આ કારણે ખાસ છે CORAS

CORASના કમાન્ડોઝને હજુ વધુ તાલીમ આપવામાં આવશે. તેમને લેન્ડમાઇન્સ, હોસ્ટેજ રેસ્ક્યુ, સ્નાઇપિંગ, બ્રીચીંગ અને ઇમ્પ્રુવ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇસીઝ હેન્ડલ કરવામાં વિશેષ તાલીમ આપવામાં આવશે. સાથે જ તેમને બેસિક અને એડવાન્સ કમાન્ડો ટ્રેનિંગ પ્રોગ્રામમાંથી પણ પસાર થવું પડશે.

CORAS માં RPF અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્મ (RPSF)ના જવાન હશે. તેમને બુલેટપ્રુફ જેકેટ્સ અને હેલ્મેટ્સ સાથે સ્પેશિયલ યુનિફોર્મ આપવામાં આવશે. તેને RPF ડીજી લીડ કરશે.

CORASને NSG અને ગ્રેહાઉંડ્સમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. બંને સ્પેશિયલ ફોર્સિઝ નક્સલીઓ વિરુદ્ધ એન્ટી ઇનસર્જેંસી ઓપરેશનમાં સ્પેશિયાલિસ્ટ છે. હજુ જાણી શકાયું નથી કે આ વિસ્તારમાં કેટલાં કમાન્ડો મોકલવામાં આવશે.

રેલવે સુરક્ષા દળના ડાયરેક્ટર અરુણ કુમારે જણાવ્યું કે, તેમને રેલ હોસ્ટેજ અથવા રેલ બ્લોકેડ જેવા ક્રાઇસિસ સામે લડવાની સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ કમાન્ડો ફિઝિકલી વધુ ફિટ છે અને મોર્ડન વેપન્સ યુઝ કરે છે. અમે તેમને સંવેદનશીલ ક્ષેત્રોમાં તૈનાત કરીશું. RPF ડાયરેક્ટરે જણાવ્યું કે RPSFના 14 અને RPFના એક બટાલિયનને CORASમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

ટ્રમ્પ અને મેલેનિયાના સ્વાગતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પ્રોટોકોલ તોડશે

Nilesh Jethva

નેહા કક્કર સાથે બ્રેકઅપ થયા બાદ પહેલીવાર બોલ્યો હિમાંશ કોહલી-મને ખલનાયક બનાવી દીધો, તો નેહાએ પણ આપ્યો વળતો જવાબ

Mansi Patel

અહેમદ પટેલની મુસિબત વધી, 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ

Karan
Do NOT follow this link or you will be banned from the site!