GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

રેલવેનું ઝીરો બેઝ્ડ ટાઈમ ટેબલ, 5 મીનિટ પણ ભૂલથી લેટ પહોંચ્યા તો જતી રહેશે ટ્રેન

કોરોના વાયરસના ભારતમાં પ્રવેશ થયા બાદ દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું હતું, જેના કારણે ભારતીય રેલવે પણ ખુબ જ પ્રભાવિત થઈ છે. જોકે આ જ સમયગાળાનો સદઉપયોગ કરી રેલવે મેઈન્ટેનન્સ, જાળવણી ખર્ચ, અન્ય રાજ્યોમાં જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવી સહિતની ઘણી જરૂરી કામગીરી પાર પાડી છે. જોકે હવે રેલવે એક નવો પ્લાન બનાવી દીધો છે. આ પ્લાન હેઠળ ટ્રેનના મુસાફરોને સમયસર ટ્રેન પણ મળી રહેશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી પણ શકશે.

ટ્રેનના સમયપાલનમાં વ્યાપક સુધારાઓ જોવા મળશે

ટ્રેનસફર સમયસર બનાવવા માટે ઉત્તર રેલવે દ્વારા નવા ઝીરો બેઝ્ડ ટાઈમ ટેબલ પર કામ કરવામાં આવી રહ્યું છે. આમાં એક ગતિથી ચાલનારી ટ્રેન એક સમયગાળામાં ચલાવવામાં આવે છે જેનાથી ઓછી ગતિ વાળી ટ્રેનોને રોકવાની જરુર પડતી નથી.’ ટ્રેનના સમય પાલનમાં વ્યાપક સુધારાઓ જોવા મળશે રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવા પ્લાનથી ટ્રેનના સમય ચલાવવામાં વ્યાપક સુધારાઓ જોવા મળશે. તો માલગાડીઓને ચલાવવા માટે પણ વધારે સમય મળી જશે.

જોકે નવું ટાઈમ ટેબલ જૂલાઈથી લાગુ થઈ ગયું છે, પરંતુ હાલ માત્ર વિશેષ ટ્રેનો ચાલી રહી છે. ત્યારે આવામાં જ્યારે ટ્રેન સંપૂર્ણ સંખ્યામાં શરૂ થઈ જશે ત્યારે યાત્રીઓને આ લાભ મળશે. વર્તમાન સમયમાં જે એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો ચાલી રહી છે તેની મહત્તમ ગતિ 110 અને 130 કિલોમીટર પ્રતિ કલાક હોય છે.

રેલવેનો ઝીરો બેઝ્ડ ટાઈમ ટેબલ પ્લાન

ઝીરો બેઝ્ડ ટાઈમ ટેબલમાં માનવામાં આવે છે કે આખા રુટ પર કોઈપણ ટ્રેન નથી ચાલી રહી અને પછી તેના હિસાબે નવું ટાઈમ ટેબલ આપવામાં આવે છે. દરમિયાન જે ટ્રેન 130kmની ઝડપે ચાલે છે તેને નિર્ધારિત સમયે ચલાવવામાં આવશે
જે ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે તેને અલગ અલગ સમયે ચલાવવામાં આવશે. અત્યારે વધારે ગતિ વાળી ટ્રેનને આગળ કાઢવા માટે ઓછી ગતિ વાળી ટ્રેનને વચ્ચે જ રોકી દેવામાં આવે છે. આનાથી ટ્રેન લેટ થઈ જાય છે. આ નવા પ્લાનથી આ સમસ્યા દૂર થઈ જશે.

હાલ તો માત્ર વિશેષ ટ્રેનો જ દોડી રહી છે, જોકે જ્યારે સંપૂર્ણ ટ્રેનું સંચાલન શરૂ થશે અને ત્યારે જો આ ટાઈમ ટેબલ મુજબ ટ્રેનો દોડશે તો રેલવેની સફળતામાં વધુ સફળતા ઉમેરાશે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!