GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ચૂંટણીના પ્રચારમાં ‘ચા’થી લઈ ‘ચોકીદાર’ પર ચર્ચા, શતાબ્દી ટ્રેનમાં ‘મૈં ભી ચોકીદાર’ કપમાં અપાઈ ચા અને પછી…

shatabdi express tea cup

2019ની લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાથી લઈને હવે ચોકીદાર પર જઈને અટક્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ચોકીદીર ચોર હૈ’ના નારા લગાવ્યા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પલટવાર કરતા ‘મેં ભી ચોકીદાર’નો નારો લગાવ્યો. હવે આ જ નારો જ્યારે ચાના કપ પર લખવામાં આવ્યો તો વિવાદ ઉભો થઈ ગયો છે. રેલવેમાં ચાના કપ પર ‘મેં ભી ચોકીદાર’ વાળા નારા પર હવે બબાલ શરૂ થઈ ગઈ છે.  

હકીકતમાં, કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં યાત્રીઓને ‘મેં ભી ચોકીદાર’ વાળા કપમાં ચા આપવામાં આવી. એક વ્યક્તિએ તેની ફરીયાદ કરી દીધી. ત્યાર બાદ રેલવે એ કપને પાછા લઈ લીધા. જોકે ચૂંટણી આયોગ આ વાત પર ચુપ છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આયોગનું કહેવું છે કે આ કપને કોઈ રાજનૈતીક પાર્ટી સાથે લેવાદેવા નથી. આ સંકલ્પ ફાઉન્ડેશન સાથે જોડાયેલા કપ છે.

ત્યાંજ રેલવેએ આ મામલે કાર્યવાહી કરી છે. રેલવેની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાત આજે થઈ છે અને કપને તરત જ હટાવી લેવામાં આવ્યા છે. તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુપરવાઈઝરની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

સરકારી નોકરીની ઉત્તમ તકઃ CRPFમાં અનેક પદો ઉપર નીકળી છે જગ્યા, પગાર 1.42 લાખ સુધી

Mansi Patel

ઉત્તર બંગાળના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની કારણે પુર જેવી સ્થિતી, મોટા વિસ્તારો થયા જળમગ્ન

Pravin Makwana

રાશિદ ખાને આપ્યુ મોટું નિવેદન, કહ્યુ-અફઘાનિસ્તાન વર્લ્ડકપ જીત્યા બાદ કરશે લગ્ન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!