GSTV

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

ભારતીય રેલવેનાં ઇતિહાસમાં આવું કદાચ સૌપ્રથમ બન્યું છે કે જ્યારે રેલવેને ટિકિટ બુકિંગથી થયેલી કમાણીથી વધુ પૈસા યાત્રિકોને રિફંડ કર્યા છે, કોવિડ-19 સંકટથી પ્રભાવિત ચાલું નાણાકિય વર્ષનાં પહેલા ત્રિમાસિકમાં રેલવેનાં પેસેન્જર ટ્રેનોથી કમાણીમાં 1066 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ બાબતની માહિતી એક આરટીઆઇ દ્વારા જાણવા મળી છે, આ આરટીઆઇ મધ્યપ્રદેશનાં ચંદ્રશેખર ગૌરે કરી હતી.

લોકડાઉનના ત્રણ મહિનામાં નુકસાન

આ આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર, એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં રેલ્વે પેસેન્જર કેટેગરીની આવક નકારાત્મક રહી છે. તો, નૂરમાંથી થતી આવક તેના સ્તરે રહી હતી. કોરોના વાયરસ સંક્રમણનાં કારણે ટ્રેનો રદ થવાથી અને મુસાફરી પ્રતિબંધથી ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં સામાન્ય પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, રેલવે મુસાફરોને એપ્રિલમાં રૂ 531.12 કરોડ, મે મહિનામાં રૂ. 145.24 કરોડ અને જૂનમાં 390.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

રેલ્વે પ્રવક્તા ડી.જે. નારાયણે પીટીઆઈને જણાવ્યું કે આ નુકસાનની રકમ તેમની આવક કરતા વધુ લોકોને રેલ્વેના રિફંડ કરવાના આંકડા જોતા જણાય છે. ગયા વર્ષે રેલવેએ એપ્રિલમાં 4,345 કરોડ રૂપિયા, મેમાં 4,463 કરોડ અને જૂનમાં રૂ 4,589 કરોડની આવક કરી હતી.

40 હજાર કરોડનું નુકસાન

રેલવેએ જણાવ્યું કે રોગચાળાને કારણે રેલવેને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. જો કે, આ સમયગાળા દરમિયાન, તેના નૂરમાંથી આવક જળવાઈ રહી. રેલવેએ એપ્રિલમાં નૂરમાંથી રૂ. 5,744 કરોડ, મે મહિનામાં રૂ. 7,289 કરોડ અને જૂનમાં રૂ .8,706 કરોડનું ઉત્પાદન કર્યું છે.

નાણાકિય વર્ષ 2019-20માં રેલવેએ એપ્રિલમાં 9,331 કરોડ રૂપિયા, મેમાં 10,032 કરોડ રૂપિયા અને જુનમાં 9,702 કરોડ રૂપિયાની આવક થઇ હતી. રેલવેએ કહ્યું કે લોકડાઉન દરમિયાન પ્રવાસી મજુરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવા માટે રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી, તેનાથી રેલવેને લગભગ 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

READ ALSO

Related posts

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

Nilesh Jethva

INS વિરાટ અંતિમ સફર પર નીકળ્યું, રવિવારે રાતે આવી પહોંચશે ગુજરાત

Mansi Patel

ખાનગી શાળાઓ પર કોરોનાની માર: દેશભરની શાળાઓની કંગાળ હાલત, વેચાવા માટે તૈયાર છે 1000 હજાર શાળાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!