GSTV
Home » News » ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ સાથે કેન્સલ કરીને કરી કરોડોમાં કમાણી, RTIમાં થયો ખુલાસો

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ સાથે કેન્સલ કરીને કરી કરોડોમાં કમાણી, RTIમાં થયો ખુલાસો

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ સાથે ટિકિટ કેન્સલ કરવાની પણ મોટી કમાણી કરી છે.આ ખુલાસો આરટીઆઇ હેઠળ મળેલી જાણકારીથી થયો છે.ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ -19માં ટિકિટ કેન્સલ કરવાથી 1 હજાર 536.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સિવાય આરટીઆઇ કાર્યકર્તાએ રેલવે પાસે જાણકારી માંગી હતી કે શું રેલવે ટિકિટ કેન્સલ કરવાના બદલામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જને ઓછો કરવા પર વિચાર કરી રહ્યું છે.

રેલવેએ તેના સવાલનો અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી. રેલવે મંત્રાલયના રેલવે સૂચના સિસ્ટમ કેન્દ્રથી અલગ અલગ અરજીઓ પર આ જાણકારી મળી હતી. આરટીઆઇ અરજીમાં પૂછાયેલા સવાલોના જવાબમાં રેલવેએ અનામત ટિકિટોને રદ કરવાના બદલામાં 1 હજાર 518.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

જ્યારે અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમ હેઠળ બુક મુસાફરોની ટિકિટો રદ કરવાના કારણે 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી.. ગૌડે પોતાની અરજીમા પૂછ્યું હતું કે, શું ટિકિટ રદ કરવાના બદલામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવેલો ચાર્જ ઘટાડવાનો કોઇ પ્રસ્તાવ છે..જેના જવાબમાં રેલવેએ આરટીઆઇ કાર્યકર્તાને રાહ જોવાનું કહ્યુ છે.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!