રેલવેની મહિલાઓને ભેટ, આ ટ્રેનોમાં વધુ 6 બેઠકો હશે આરક્ષિત

ભારતીય રેલવેએ પ્રવાસીઓને એક મોટી ભેટ આપી છે. હવેથી રાજધાની, દુરાંતો અને બધી પ્રકારની એર કન્ડીશન ટ્રેનોના એસી 3-ટાયરની 6 બેઠકો અને મહિલાઓ માટે આરક્ષિત રખાશે.

આ અનામત વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષની ઉંમરથી વધુની મહિલા પ્રવાસી અને ગર્ભવતી મહિલાઓ માટે એસી 3-ટીયરમાં દરેક ડબ્બામાં ફાળવેલી નીચેની ચાર બર્થની સંયુક્ત અનામત માટે વધુ છે.

ખરેખર, રેલવેએ પહેલાથી જ દરેક મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલા પ્રવાસીઓને તેમની ઉંમર, એકલા મુસાફરી કરવામાં અથવા સમૂહમાં યાત્રા કરવાને આધારે સ્લીપર ક્લાસની 6 બર્થનું આરક્ષણ પણ આપે છે. આ ઉપરાંત ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના થર્ડ એસીમાં દરેક ટ્રેનમાં મહિલાઓ માટે 6 બેઠકો પણ આરક્ષિત હોય છે.

દરેક ટ્રેનના સ્લીપર ક્લાસમાં વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષની ઉંમરતી વધુની ઉંમરવાળી મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ માટે સ્લીપર ક્લાસમાં દરેક ડબ્બામાં નીચેની 6 ડાઉન અને એસી3 તથા એસી2 સ્તર ક્લાસમાં દરેક ડબ્બામાં નીચેની ત્રણ બર્થ સંયુક્ત રૂપથી આરક્ષિત હોય છે.

રેલવે બોર્ડના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે, ‘આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે બધી રાજધાની, દુરાંતો, સંપૂર્ણ એર કન્ડીશન ટ્રેનોના થર્ડ એસીમાં છ બર્થ મહિલા પ્રવાસીઓની ઉંમર, એકલા પ્રવાસ કરવા અથવા મહિલાઓની સાથે સમૂહમાં પ્રવાસ કરવાને આધારે તેના માટે આરક્ષિત હોવી જોઈએ.’

આ સિવાય મહિલા પ્રવાસીઓની સુરક્ષામાં જોડાયેલી એક એપ રેલવે ટૂંક સમયમાં શરૂ કરવા જઇ રહ્યું છે. આ એપ માટે મહિલા મુસાફરોએ ફક્ત પેસેન્જર મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ થઇ ગયા બાદ જો કોઈ મહિલા સાથે કોઇ ગેરવર્તન કરવાનો પ્રયાસ કરે છે તો આ એપમાં ફક્ત હેલ્પ ઑપ્શનને દબાવવુ પડશે, પછી એપની મદદથી ઑટોમેટિક એક નાનો વીડિયો બનીને પોલીસ કંટ્રોલ રૂમ પહોંચી જશે.

એપના હેલ્પ બટન દબાવતા જ નજીકના જીઆરપી અને આરપીએફ કંટ્રોલ રૂમમાં એસએમએસ દ્વારા લોકેશન તથા ટ્રેનની માહિતી તાત્કાલિક પહોંચી જશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter