GSTV

સુવર્ણ તક / રેલવેમાં 10 પાસ માટે નીકળી બંપર ભરતી, પરીક્ષા અને ઇન્ટવ્યૂ વગર થશે ડાયરેક્ટ રિક્રૂટમેન્ટ

Last Updated on September 26, 2021 by Zainul Ansari

લવેમાં નોકરી મેળવવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે 3 હજારથી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે. ઉત્તર રેલવેના રેલવે ભરતી સેલ (RRC NR)એ કુલ 3093 એપ્રેન્ટિસ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrcnr.org પર જારી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકે છે અને 20 ઓક્ટોબર સુધી સંપૂર્ણ વિગતો સાથે અરજી સબમિટ કરી શકે છે.

ઉમેદવારો નિર્ધારિત યોગ્યતા વિશે વિગતવાર માહિતી rrcnr.org પર જારી નોટિફિકેશનમાં ચેક કરી શકે છે અને એપ્રેન્ટીસશીપ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મી પાસ કરી હોવી જોઈએ. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાંથી ITI સર્ટિફિકેટ હોવું પણ ફરજિયાત છે. વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. તમે તમારી માહિતી સાથે અરજી કરી શકો છો.

અરજી માટે 100 રૂપિયાની ફી પણ જમા કરાવવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી ચાલી રહી છે અને 20 ઓક્ટોબર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે અને કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. એપ્રેન્ટીસશીપ દરમિયાન મળેલ સ્ટાઇપેન્ડ સહિતની અન્ય સુવિધાઓ ઉમેદવારો નોટિફિકેશનમાંથી મેળવી શકે છે. નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.

રેલવે

સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Read Also

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!