GSTV
India News Trending

ખિસ્સા પર પડશે માર/ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનમાં 30 ટકા વધુ ભાડૂ વસૂલશે રેલ્વે, ચલાવવામાં આવશે 100થી વધુ ટ્રેનો

ભારતીય રેલ્વે કોરોનાના સંકટ વચ્ચે સામાન્ય મુસાફરોને રાહત થાય તેના માટે નવા નવા પ્રયાસો કરતા રહે છે. આ જ ક્રમમાં રેલ્વેએ દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠના તહેવારોને ધ્યાને રાખીને 100થી વધારે ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન નવરાત્રિની વચ્ચે 20 ઓક્ટોબરથી દિવાળી તથા છઠ્ઠ બાદ 30 નવેમ્બર સુધી ચલાવશે. જો કે, રેલ્વે આ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરતા મુસાફરો પાસેથી વધુ ભાડૂ વસૂલશે.

બિઝી રૂટ માટે સ્પેશિયલ ટ્રેનોની યાદી બનાવી

રેલ્વે દેશના અલગ અલગ વ્યસ્ત રૂટ્સ પર ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન ચાલાવાની યાદી બનાવી દીધી છે. રેલ્વે તરફથી આ વખતે અઠવાડીયાના અંત સુધીમાં સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી શકે છે. તેમનું કહેવુ છે કે, ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનનું ભાડૂ સામાન્ય ટ્રેનોની સરખામણીએ 30 ટકા વધારે વસૂલવાનું એટલે કે, ટ્રેનોમાં મુસાફરો કરતા મુસાફરો પાસેથી ટ્રેનોમાં આ વખતે વધુ ભાડૂ વસૂલવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, રેલ્વે સામાન્ય દિવસોમાં લગભગ 12 હજાર જેટલી ટ્રેનો ચલાવતુ હતું. પણ કોરોનાના કારણે માગ મુજબ ધીમે ધીમે હવે આ ટ્રેનો રાબેતામુજબ થઈ રહી છે.

તહેવારો માટે અનેક ટ્રેનોમાં બુકી પૂરી થઈ ગઈ છે

ભારતીય રેલ્વે આ સમયે લગભગ 400 સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યુ છે. તહેવારો માટે ટ્રેનોની માગ વધી રહી છે. કેટલાય રૂટ પર બુકીંગ સમાપ્ત થઈ ગયા છે. ત્યારે આવા સમયે રેલ્વેની તરફથી કેટલાય રૂટ પર તહેવારો માટે ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની સંખ્યા માગના આધારે 100થી પણ વધારે હોય શકે છે.

READ ALSO

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk
GSTV