GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ દરરોજ 1000 લોકો આવે છે કોરોના પોઝિટીવ : અહીં 1 લાખ કર્મચારીઓને લાગ્યો ચેપ, 1952નાં થયાં મોત

કોરોના

Last Updated on May 12, 2021 by Damini Patel

કોરોનાને કારણે અત્યાર સુધીમાં રેલવેના ૧,૯૫૨ કર્મચારીઓનાં મોત થયા છે અને દરરોજ રલવેના ૧,૦૦૦ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે તેમ રલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

રેલવે બોર્ડના ચેરમેન સુનિત શર્માના જણાવ્યા અનુસાર કોરોનાની બાબતમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ રેલવે પણ કોરોના સામે લડી રહ્યું છે. દરરોજ રેલવેના ૧,૦૦૦ કર્મચારીઓના કોરાના રિપોર્ટ પોઝિટિવ આવે છે.

૧૯૫૨ રેલવે કર્મચારીઓના કોતોનાથી મોત

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે અમારી હોસ્પિટલો છે. અમે હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી છે. અમે રેલવે હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની રચના છે. અમે અમારા સ્ટાફની કાળજી લઇ રહ્યાં છીએ. હાલમાં ૪૦૦૦ બેડ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોથી ભરાઇ ગયા છે. અમારા પ્રયત્નો ચાલુ છે કે તે ઝડપથી રિકવર થઇ જાય. ગયા વર્ષે માર્ચથી ગઇકાલ સુધીમાં ૧૯૫૨ રેલવે કર્મચારીઓના કોતોનાથી મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે બે જ દિવસ પહેલા રેલવે સંગઠન ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશને રેલવે પ્રધાન પિયૂષ ગોયલને પત્ર લખી માગ કરી હતી કે કોરાનાથી મૃત્યુ પામેલા રેલવે કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કરની જેમ જ વળતર ચૂકવવામાં આવે.

કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોને વળતરની માંગ

આ પત્રમાં માગ કરવામાં આવી છે કે કોરોનાથી મૃત્યુ પામેલા રેલવે કર્મચારીઓના પરિવારજનોને ૨૫ લાખને બદલે ૫૦ લાખ રૃપિયા વળતર ચૂકવવામાં આવે.

ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રેલવેના એક લાખ કર્મચારીઓને કોરોના થયો છે. જે પૈકી ૬૫,૦૦૦ સાજા થઇ ગયા છે અને તેમણે ડયુટી જોઇન્ટ પણ કરી લીધી છે. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે તેના તમામ કર્મચારીઓના આરોગ્ય અંતે ચિંતિત છે.

Gujarat Government Advertisement

Related posts

તમાશો: હનુમાનનો વધ થઈ રહ્યો છે અને રામ ચૂપ બેસીને જોઈ રહ્યા છે, ભાજપના મૌનથી અત્યંત દુ:ખી હોવાનો ચિરાગે બળાપો ઠાલવ્યો

Pravin Makwana

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel

આનંદો/ સરકારી કર્મચારીઓ હવે સપનાનું ઘર બનાવવા માટે માર્ચ 2022 સુધી લઇ શકશે સસ્તુ એડવાન્સ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!