GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોના ક્રાઈસીસની દેખાઈ અસર, રેલ્વેએ નવી ભરતી ઉપર લગાવ્યો પ્રતિબંધ

કોરોના સંકટ વચ્ચે રેલ્વેએ આર્થિક મોરચા ઉપર મોટો નિર્ણય કર્યો છે. રેલ્વેએ નહી ભરતીઓ ઉપર પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું છે. પાછલા બે વર્ષોમાં નવા પદોની પણ સમીક્ષા કરવામાં આવશે સાથે 50 ટકા પદોને સરેન્ડર પણ કરવામાં આવશે. રેલ્વે બોર્ડ, રેલ્વે મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આગલા આદેશ સુધી નવા પદો ઉપર નવી કોઈ બહાલી નહી આવે. જો કે સુરક્ષા સંબંધી પદો ઉપર બહાલીને લઈને છુટ આપવામાં આવી છે.

સુરક્ષા સંબંધીત પદો ઉપર આંશીક બહાલી સંભવ

રેલ્વે બોર્ડ પાછલા બે વર્ષમાં ઉભી કરવામાં આવેલી નવી પોસ્ટ અંગે સમીક્ષા કરશે. જો આ પદો ઉપર હજુ સુધી ભરતી કરવામાં આવી નથી તો આ ભરતી કેંસલ કરવામાં આવશે કે પછી સુરક્ષા સંબંધી પદોને છોડીને માત્ર 50 ટકા જ બહાલી આપવામાં આવશે.

લોકડાઉનના કારણે હજારો કરોડોનું નુકશાન

લોકડાઉનના કારણે રેલ્વેને મોટું નુકશાન થયું છે. 25 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન છે. બે મહિના કરતા પણ વધારે સમયથી સંચાલન ઠપ્પ છે. મેના બીજા સપ્તાહમાં સ્પેશ્યલ ટ્રેનના રૂપમાં આંશીક સંચાલન શરૂ થયું છે. ત્યારે તાજેતરમાં જ રેલ્વે તરફથી ઘોષણા કરવામાં આવી હતી કે, 12 ઓગષ્ટ સુધી નિયમિત ટ્રેનોનું સંચાલન નહીં કરવામાં આવે. આટલા દિવસો સુધી સંચાલન બંધ રહેવાથી રેલ્વેને હજારો કરોડો રૂપિયાનું નુકશાન થયું છે અને રોજ થઈ રહ્યું છે.

ખર્ચકાપ ઉપર રેલ્વેનું ફોકસ

આ જ કારણે રેલ્વેએ પોતાના ખર્ચમાં કાપ મુકવા માટે નિર્ણય લીધો છે. નવી ભરતી ઉપર પ્રતિબંધ અને જૂની ભરતી ઉપર જરૂરીયાતના હિસાબે કાપનું નિર્ણયની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે. તેનાથી રેલ્વે હવે ખાનગી સંચાલન ઉપર પણ ફોકસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, 2023 સુધીમાં તેની શરૂઆત થઈ જશે.

Related posts

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!