GSTV

રેલ્વેમાં 1 લાખ અલગ-અલગ પદ માટે 2 કરોડ અરજી, સરકારની તિજોરી છલકાઈ

Last Updated on March 27, 2018 by

ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં જુદી-જુદી પોસ્ટ માટે 1 લાખ જેટલી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એક લાખ ખાલી પદો માટે 2 કરોડથી પણ વધુ અરજીઓ આવી છે. રેલવે દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખ હજુ બાકી હોય વધુ અરજી આવવાનો અંદાજ રેલવે મંત્રાલયના એક અધિકારીએ વ્યક્ત કર્યો હતો.
સરકારી નોકરીના પદ સામે આવેલ ઉમેદવારની અરજીનો આંકડૉ દેશમાં બેરોજગાર ઉમેદવારોનો આંકડો કહી શકાય છે. નોકરી માટે આવેલી અરજીઓના આંકડા સરકારની નિષ્ફળતાના આંકડા હોય એમ જણાઈ રહ્યું છે. અહેવાલ અનુસાર રજિસ્ટ્રેશનની અંતિમ તારીખમાં પાંચ દિવસ બાકી હોવાથી વધુ અરજી આવી શકે છે. રેલવે ગ્રુપ સી અને ડીમાટે 90000 ભરતી કરી રહી છે. અને સુરક્ષા દળમાં 9500 ભરતી કરી રહી છે. અધિકારીઓએ કહ્યું હતુકે સહાયક પાયલોટ અને ટેકનિકલ પદ માટે 50 લાખથી વધુ ઓનલાઈન અરજી મળી ચુકી છે. 26502 જગ્યાઓ પાયલોટ અને ટેકનિકલ પદના ખાલી છે જેની સામે 50 લાખથી વધુ અરજીઓ આવી છે. જ્યારે ગ્રુપ ડીમાં 62,907 પદ ખાલી છે જેના માટે પણ લાખો અરજીઓ આવી છે.
નોકરી માટે આવેલી અરજીઓ જોઈને તંત્ર દ્વારા પરીક્ષા પુર્ણ થયા બાદ પરિણામની જાહેરાત થયા બાદ પારદર્શકતા જળવી રાખવા માટે ઉમેદવારોને તેના જવાબપત્રની એક ફાઈનલ આન્સર કી (એક વિન્ડો) આપવામાં આવશે. સમગ્ર ભારતમાં ઉમેદવારો માટે આ તક ઉપલબ્ધ કરાવવા માટે 15 જુદી જુદી ભાષામાં પ્રશ્નપત્ર પ્રદાન કરવામાં આવશે. જેમાં હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, બંગાળી, પંજાબી, ગુજરાતી, કન્નડ, કોંકણી, આસમિયા, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા,તમિલ અને તેલુગુનો સમાવેશ થશે. રેલવેની આ નોકરી માટે સામાન્ય શ્રેણી(જનરલ કેટેગરી)ને રૂ.500 અને આરક્ષિત શ્રેણી માટે રૂ.250 પરીક્ષા ફી રાખી છે. પહેલા સામાન્ય શ્રેણી પાસેથી રૂ.100ફી વસુલવામાં આવે છે જ્યારે આરક્ષિત માટે જે મફત છે. સરકારે જાહેર કરેલ નોકરીની અરજીઓનાં આંકડા અનુસાર હાલ સુધીમાં તંત્રની તિજોરીમાં રૂ.850 કરોડની આવક થઈ છે. આટલા મોટા આંકડામાં હજારો સ્ટાર્ટઅપ ખુલી શકે અને કરોડોને નોકરી મળી શકે.
જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેલ મંત્રી પીયુષ ગોયલે વધારાની ફી પરીક્ષા બાદ પરત કરવાની જાહેરાત કરી હતી. રિફંડ માટે ઉમેદવારને બેંક ખાતાની ઓનલાઈન માહિતી આપવી પડશે. આરક્ષિત લોકોને તેની પુરી ફી પરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે જનરલ કેટગરીના ઉમેદવારને રૂ.400 પરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પરીક્ષા બાદ બેંક ખાતામાં જમા થતી ફીની રકમમાં મેળવવામાં મુશ્કેલી પડી હોવાના અનેક કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!