GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રેલવેના કર્મચારીઓ માટે ખુશખબર: નહીં જાય કોઇની નોકરી, પરંતુ કામકાજમાં થશે આ મોટો બદલાવ

ટિકિટ

ભારતીય રેલ્વેએ ખાતરી આપી છે કે કોઈ પણ કર્મચારીની નોકરી નહીં જાય, પરંતુ આગામી દિવસોમાં તેના કર્મચારીઓની કામગીરી થોડી બદલાઈ શકે છે. જ્યારે, એક દિવસ અગાઉ, રેલવેએ એક પત્ર જારી કરીને તેના પ્રબંધકોને ખાલી જગ્યાઓ પર 50 ટકા ઘટાડો કરવા અને હાલની નવી પોસ્ટ્સ ઉભી કરવાનું બંધ કરવાનું કહ્યું છે.

રેલ્વે ડીજી (એચઆર) આનંદ એસ ખાતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેલ્વેમાં કોઈની નોકરી નથી જતી અને ભરતીમાં ઘટાડો કરવામાં આવી રહ્યો નથી. તેમણે માહિતી આપી હતી કે ટ્રેન સંચાલન અને જાળવણી માટે જરૂરી કોઈપણ સલામતી કેટેગરીની નોકરીઓ સરેન્ડર કરવામાં નહીં આવે. બિન સલામતીની ખાલી જગ્યાઓ સરેન્ડર કરવા માટે રલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી માળખાકીય સુવિધાઓ માટે વધારે સેફ્ટી માટે વેકન્સી નિકાળવામાં મદદ મળશે. રેલ્વેમાં વપરાતી આધુનિક ટેકનોલોજી દ્વારા નવા ક્ષેત્ર – સેક્ટર બનાવવામાં આવી રહ્યા છે. એવામાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો વધારે જરૂરી છે. એટલા માટે વિવિધ શ્રેણી – વિભાગોમાં પદો માટે ચાલી રહેલી ભર્તિ અભિયાન હંમેશાની જેમ ચાલુ જ રહેશે. રેલ્વેમાં નોકરીઓમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં.

શ્રમિકો

કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થાય છે 65 ટકા ખર્ચ

રેલવેના 65 ટકા ખર્ચ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જ વપરાય છે. તેમણે માહિતી આપી હતી કે વર્ષ 2019 માં શરૂ થયેલી 1,46,640 પોસ્ટ્સ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ત્યાં 68,000 બિન-સલામતી વર્ગો બાકી છે, જેની સમીક્ષા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે માર્ચથી અમલમાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે રેલ્વેને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. રેલવે તરફથી નિયમિત ટ્રેનો પણ 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે. વિશાળ નુકસાન ઘટાડવા માટે રેલ્વેએ તેના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ નવી ભરતીઓ અટકાવવામાં આવી રહી છે અને જૂની ભરતીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

છેલ્લા 2 વર્ષમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતીની સમિક્ષા થશે

તમને જણાવી દઈએ કે શુક્રવારે ઘણા મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે ભારતીય રેલ્વેએ સલામતી સિવાય તમામ નવી પોસ્ટ્સ માટેની અરજીઓ રદ કરી દીધી છે. હવે પછીના ઓર્ડર સુધી રેલ્વેમાં હાલ નવી ભરતી કરવામાં આવશે નહીં. જ્યારે મંત્રાલયને મળેલી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતીની સમીક્ષા કરવામાં આવશે. સલામતી કેટેગરી સિવાય 50 ટકા જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે નહીં.

Read Also

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!