આજકાલ ભારતીય રેલ વિશેની તમામ જાણકારીઓ લોકો વાંચવા માંગે છે. આ જ કડીમાં અમે એક શાનદાર ટ્રેનની સ્ટોરી લઈને આવ્યા છીએ, જે ભારતની સૌથી લાંબી નોન સ્ટોપ ટ્રેન છે. તે જયારે ચાલે છે ત્યારે તો તોફાનની જેમ ચાલે છે. આ ટ્રેનનું નામ નિઝામુદ્દીન- ત્રિવેદ્રમ(કેરળ) રાજધાની એકસપ્રેસ આ રાજસ્થાનના કોટાથી ગુજરાતના વડોદરા સુધીની મુસાફરી રોકાયા વગર પૂરી કરે છે.

વાત જાણે એમ છે કે ટ્રેન 528 કિલોમીટર સુધી રોકાયા વગર ચાલે છે. આ દેશની સૌથી લાંબા અંતર સુધી રોકાયા વગર ચાલવાવાળી ટ્રેન છે. હેરાનીની વાત તો એ છે તે આ ટ્રેન 528 કિલોમીટરનું અંતર માત્ર 6:30 કલાકમાં પુરૂ કરે છે. આ મામલામાં તો ટ્રેન શતાબ્દી એકસપ્રેસને પછાડી દે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર આ કુલ 2845 કિલોમીટરની મુસાફરી પૂરી કરે છે. આ ટ્રેન 3 જૂલાઈ 1993માં શરૂ થઈ હતી. આ દિલ્હીથી રવિવાર, મંગળવાર અને બુધવારે ઉપડે છે. બીજી તરફ કેરળથી મંગળવાર, શુક્રવાર અને ગુરૂવારે ચાલે છે. તેના સ્ટોપ એટલે ઓછા છે કારણકે ઝડપથી પોતાની મંજીલ સુધી પહોંચી જાય. દિલ્હીથી શરૂ થઈને આ ટ્રેન હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાથી થઈને કેરળ પહોંચે છે. વર્તમાન સમયમાં આ ટ્રેનમાં 21 કોચ છે. જો કે ટ્રેનની શરૂઆત થઈ હતી ત્યારે તેમાં 11 ડબ્બા જ હતા.
READ ALSO
- Sim Card હોય તમારા ID પર અને ચલાવી રહ્યું છે કોઈ બીજું? તો આ રીતે તરત કરાવો બંધ
- મંગળ સાબિત થયો ભારતીય શેરબજાર માટે આજનો દિવસ, સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઝડપ સાથે બંધ થયા
- ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો
- ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું