GSTV

Indian Railway : મહાકુંભ માટે પુરીથી ઋષિકેશ વચ્ચે ચાલશે સ્પેશિયલ ટ્રેન

ટ્રેન

રેલ્વેએ ધાર્મિકનગરી હરિદ્વારમાં આયોજિત થનાર મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે 27 જાન્યુઆરીથી જગન્નાથની નગરી પુરી અને યોગ નગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ કરશે. આ ટ્રેન મહાકુંભના દર્શનાર્થી યાત્રાળુઓને સુરક્ષિત અને આરામદાયક યાત્રા ઉપલબ્ધ કરાવશે.

ટ્રેન

પુરી અને યોગનગરી ઋષિકેશ વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન 27 જાન્યુઆરીથી શરૂ થશે. આ ટ્રેન પુરીથી 27 જાન્યુઆરીએ રાત્રે 8:45 કલાકે ચાલુ થશે અને 29 જાન્યુઆરીના રોજ રાત્રે 9:50 કલાકે ઋષિકેશ પહોંચશે. જો કે આ ટ્રેન મુરાદાબાદ જંકશનથી થઈ પસાર થશે. પરંતુ રેલમંડળના રુડકી, હરિદ્વાર, મોતીચૂર,રાયવાલા અને વીરભદ્ર સ્ટેશનો  પર રોકાશે.  

ક્યારથી શરૂ થશે રેગ્યુલર સેવા

હાલ દેશમાં કોરોના મહામારીના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. અને રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. આ કારણે રેલ્વે પોતાની યાત્રી ટ્રેન સેવાઓની સમીક્ષા કરી રહી છે. લગભગ 1150 સ્પેશિયલ ટ્રેનો શરૂ થઈ ગઈ છે. અને આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રેલ મંત્રાલયના સૂત્રો અનુસાર, બધુ બરાબર રહ્યું તો આગામી નાણાંકીય વર્ષમાં એટલે કે 1 એપ્રિલથી ભારતીય રેલ પોતાની નિયમિત રેલ યાત્રા સેવા શરૂ કરશે. રેલ્વેની તૈયારી નવા  રેલ્વે ટાઈમ ટેબલને લાગુ કરવામાં આવશ. જેના પર ગત વર્ષ ઘણું કામ કરવામા  આવ્યું હતું.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!