GSTV
Business Trending

હવેથી રેલવેમાં નહી જોવા મળે ગંદગી, જાણો વિગતે

હવેથી રેલવેનાં કેટરિંગ કામદારો પણ હવે દરેક ટ્રેનમાં ભોજન પછી વધેલો કચરો એકત્રિત કરવામાં માટે યાત્રીઓ પાસે કચરાનો થેલો લઇને આવશે. આ આદેશ રેલવે બોર્ડનાં અધ્યક્ષ અશ્વિન લોહાનીએ અધિકારીઓને આપ્યો છે. રેલવે યાત્રીઓને એયર લાઇનલાઇન જેવી સુવિધા આપવામાં આવશે.

લોહાનીએ મંડલ સ્તરનાં અધિકારીઓ અને બૉર્ડ સભ્યોનાં સાથે એક બેઠકમાં કહ્યું કે ટ્રેનમાં સફાઈ બનાયેલી રાખવા માટે પેન્ટ્રી કર્મી યાત્રીઓને ભોજન પીરસ્યા પછી કચરો એક થેલામાં ભેગો કરે જેવું વિમાનમાં થાય છે.

એક અધિકારીએ કહ્યું, “યાત્રીઓ સામાન્ય રીતે ભોજન કર્યા પછી પ્લેટ પોતાની સીટનાં નીચે રાખે છે અને પેન્ટ્રી કર્મીઓ પ્લેટને એક ઉપર એક મુકીને લઇ જાય છે. ક્યારેક ક્યારેક પ્લેટમાં બચેલું જમવાનું સીટ પર પડી જાય છે. આ સિવાય યાત્રીઓ કેળાની છાલ, પેકેટ અને આવી અન્ય ચીજો સીટ અથવા તેની ફેંકે છે.”

આ પહેલા રેલવે બૉર્ડે રિવેન્યૂ જનરેટ કરવા અને રોજગાર પ્રદાન કરવા માટે જોનલ રેલવેને જુના કૉચને રેલ થીમવાળા રેસ્ટોરેન્ટમાં બદલવાનો નિર્દેશ આપ્યો હતો.

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV