GSTV
Gujarat Government Advertisement

IPLમાંથી બહાર થયો સીઝનનો સૌથી સોલીડ ખેલાડી, આ ટીમને પડશે મોટો ફટકો

Kagiso Rabada ipl

Last Updated on May 5, 2019 by Alap Ramani


સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કેગિસો રબાડા આઇપીએલની 12મી સીઝનમાંથી બહાર થઇ ગયો છે. રબાડાની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે તેની પુષ્ટિ કરી છે. પર્પલ કેપ ધારક રબાડા પીઠના દુખાવાના કારણે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચ પણ રમી શક્યો ન હતો. રબાડા ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ રબાડાને વર્લ્ડ કપ પહેલા આરામની સલાહ આપી છે. ચેન્નઇ સામે રમાયેલી મેચમાં રાબાડાના ન રમ્યો તે બાદ જ સાઉથ આફ્રિકાએ ચિંતા વ્યક્ત કરી હતી અને તેની ઇજાના સ્કેન રિપોર્ટ પણ મંગાવ્યા હતાં.

રબાડાએ દિલ્હી માટે આ સીઝનમાં 12 મેચમાં કુલ 25 વિકેટ ઝડપી હતી. તે અત્યાર સુધી આ સીઝનનો સૌથી સફળ બોલર છે. તેની આ સફળતાના કારણે દિલ્હીની ટીમ ઘણી સરળતાથી પ્લેઑફમાં પહોંચી ગઇ છે.

23 વર્ષના રબાડાએ કહ્યું કે, ટૂર્નામેન્ટના આ સ્ટેજ પર દિલ્હીનો સાથ છોડવો મારા માટે દુખદ છે કારણ કે વર્લ્ડ કપ બિલકુલ નજીક છે. તેથી સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો. મારે આઇપીએલ અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફરવુ પડશે. મારા માટે આ સીઝન મેદાનની અંદર અને બહાર શાનદાર રહી. મને આશા છે કે મારી ટીમ આ વર્ષે આ ખિતાબ જીતશે.

જણાવી દઇએ કે સાઉથ આફ્રિકાની ટીમ યજમાન ઇંગ્લેન્ડ સામે વર્લ્ડકપની ઉદ્ઘાટન મેચ રમશે. રબાડાની ગેરહાજરીથી દિલ્હીને મોટો ફટકો પડશે જે પોતાનો પ્રથમ આઇપીએલ ખિતાબ જીતવાના પ્રયાસમાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!