GSTV
India News Trending

લોકપ્રિય પુરુષોની યાદીમાં ભારતીય વડાપ્રધાન સૌથી આગળ, વિશ્વના ઘણા નેતાઓને પાછળ છોડી મેળવ્યું આ સ્થાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના ગુણગાન આજે ભારત તેમજ આખા વિશ્વમાં ગવાઈ રહ્યા છે. હાલ વિશ્વના સૌથી લોકપ્રિય લોકોની યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ તેમણે પાછળ છોડી દીધા છે.

આઠમા ક્રમે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી :

પીએમ નરેન્દ્ર મોદી YouGov દ્વારા આયોજિત 2021 ના લોકપ્રિય પુરુષોની યાદીમાં 8મા ક્રમે છે અને તેમણે વિશ્વના ઘણા નેતાઓ સહિત મહાન હસ્તીઓને પણ પાછળ છોડી દીધા છે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ચીનના બિઝનેસ ટાયકૂન જેક મા, પોપ ફ્રાન્સિસ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કરતાં આગળ છે.

લોકપ્રિય

આ લોકો યાદીમાં પીએમ મોદી કરતાં પણ છે આગળ :

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સતત બીજા વર્ષે વિશ્વના સૌથી લોકપ્રિય વ્યક્તિની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યા છે. આ યાદીમા અમેરિકી બિઝનેસ ટાયકૂન બીજા નંબરે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ત્રીજા નંબરે છે. આ યાદીમાં ફૂટબોલ લેજન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, એક્શન સ્ટાર જેકી ચેન, ટેક જીનિયસ એલોન મસ્ક અને ફૂટબોલ સેન્સેશન લિયોનેલ મેસી પણ પીએમ મોદી કરતાં આગળ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન છે 20મા ક્રમે :

આ યાદીમાં પીએમ મોદી બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નવમા ક્રમે છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન 20મા ક્રમે છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકપ્રિય પુરુષોની યાદીમાં 13મા નંબર પર છે.

યાદીમાં આ ભારતીયોનો પણ થાય છે સમાવેશ :

વિશ્વના લોકપ્રિય લોકોની યાદીમાં પીએમ મોદી ઉપરાંત અન્ય ઘણા ભારતીયો ટોપ 20માં છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર 12મા ક્રમે, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન 14મા ક્રમે, બોલિવૂડના સમ્રાટ અમિતાભ બચ્ચન 15મા ક્રમે અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી 18મા ક્રમે છે.

Read Also

Related posts

વરસાદનું એલર્ટ/ આ રાજ્યોમાં સાંચવીને રહે લોકો, વરસાદ વિનાશ વેરશે; IMDએ જારી કરી ચેતવણી

Damini Patel

સતત વરસાદને પગલે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ, વડોદરાના ૨૫ ગામોને કરાયા એલર્ટ

Bansari Gohel

આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ

Binas Saiyed
GSTV