GSTV
Sports ટોપ સ્ટોરી

શરમજનક હાર / સાઉથ આફ્રિકા સામે ભારતીય ખેલાડીઓ થયા ઢેર, ટેસ્ટ પછી વન-ડે સિરીઝ પણ ગુમાવી

ભારતે જીત સાથે દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત કરી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ જીતી હતી પરંતુ, ત્યારબાદ એક પછી એક હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ સિરીઝ હારી ગઈ હતી અને ત્યારબાદ વન-ડે સિરીઝ પણ ભારતીય ટીમના હાથમાંથી સરકી ગઈ હતી. વન-ડે સિરીઝમાં ભારતીય ટીમના ધુરંધર સંપૂર્ણપણે ફેઈલ સાબિત થયા હતા. ખાસ કરીને બોલિંગ વિભાગે આ વન ડે સિરીઝમાં ભારતીય ટીમને ઘણા નિરાશ કર્યા હતા.

પાર્લના બોલાન્ડ પાર્કમાં રમાયેલી બીજી મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સુકાની કે.એલ.રાહુલે કહ્યું હતું કે, તે બેટિંગ કરવાનું પસંદ કરી રહ્યો છે કારણકે, આ પીચ પર બીજી મેચ રમાઈ રહી છે. ભારતે સારી શરુઆત કરી હતી પરંતુ, ટીમ 287 રન પણ ખુબ જ મુશ્કેલીથી કરી શકી હતી. સ્કોર મેચ લાયક હોવાનું માનવામાં આવતું હતું પરંતુ, યજમાન ટીમે ટાર્ગેટ સરળતાથી પૂરો કર્યો હતો અને ભારતીય બોલરો વિકેટ મેળવવામાં નાકામ રહ્યા.

સાઉથ આફ્રિકાએ 48.1 ઓવરમાં 3 વિકેટે 288 રન કર્યા હતા અને આસાન રીતે મેચ જીતી લીધી હતી. આ સાથે યજમાન ટીમે ત્રણ મેચની સિરીઝ પર પણ કબજો કરી લીધો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ વન ડેમાં 31 રનના અંતરથી જીત મેળવી હતી. ભારતે તે મેચમાં રનનો પીછો કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્ય ના હતા. તે મેચમાં પણ ભારતીય બોલરો વિકેટ માટે તરસતા જોવા મળ્યા હતા.

આ મેચની વાત કરીએ તો ભારતને પહેલી સફળતા 22મી ઓવરના છેલ્લા બોલ પર મળી હતી જ્યારે શાર્દુલ ઠાકુરે ક્વિન્ટન ડીકોકને 78 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. જોકે તે સમય સુધીમાં સાઉથ આફ્રિકાની જીતનો પાયો નાખવામાં આવ્યો હતો કારણકે, તે સમયે ટીમનો કુલ સ્કોર 132 રન હતો. આ પછી વધુ બે વિકેટ ઝડપી હતી. બુમરાહે જાનેમન મલાનને ૯૧ રને આઉટ કર્યો હતો અને ચહલે સુકાની તેમ્બા બાવુમાને 35 રને ચાલ્યો હતો. જોકે ભારતીય ટીમ મેચ અને સિરીઝ ફરી હાથમાં લઇ શકે તેટલી સફળતા નહોતી મળી.

બોલિંગ લાઈન અપ ભાંગી પડી :

વનડે સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો કુલ 4 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી પહેલી મેચમાં પાંચ બોલરોએ બોલિંગ કરી હતી. તે જ સમયે, બીજી વનડેમાં ભારતે 6 બોલરો અપનાવ્યા અને માત્ર ત્રણ સફળતા મેળવી. ભુવનેશ્વર કુમાર બંને મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. ભારતની શરમજનક હારનું આ પણ એક મોટું કારણ હતું, કારણ કે ભારતને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને તે એક અનુભવી બોલર છે, પરંતુ તેણે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને એકપણ સફળતા અપાવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં આગામી મેચમાં તેનું પત્તું કપાય તે નિશ્ચિત જણાય છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ફાઈવ સ્ટાર ઉતારો / રાજસ્થાન રોયલ્સની ટીમ રોકાઈ છે અમદાવાદની આ હોટેલમાં, જૂઓ અંદરની તસવીરો

Hardik Hingu

ભારત vs જાપાન એશિયા કપ 2022: એશિયા કપ હોકીમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન, જાપાનને 2-1થી હરાવ્યું

Zainul Ansari
GSTV