GSTV
Home » News » બાળકોના લંચબોક્સમાં બનાવો પાલક-પનીર રોલ

બાળકોના લંચબોક્સમાં બનાવો પાલક-પનીર રોલ

ઘણી મમ્મીઓ એ વાતને લઈને ટેન્શનમાં રહ્યા કરતી હોય છે કે અંતે તે પોતાના બાળકના લંચબોક્સમાં એવું તો શું બનાવી આપે જે તેમનું બાળક ફિનિશ કરી દે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો તેના માટે બનાવો ઝટપટ પાલક-પનીર રોલ.
વ્યક્તિ-ર
સમય– 10-15
રોલ બનાવવા માટે
લોટ 1 કપ
પાલકની પ્યુરી-1\2 કપ
ઝીણું સમારેલું મરચું- 1 નંગ
જીરું પાઉડર-1\2 ચમચી
મીઠું સ્વાદમુજબ
તેલ જરૂર મુજબ


પૂરણ માટે
પનીર-150 ગ્રામ
ઝીણા સમારેલા મરચાં- 2નંગ
ઝીણું સમારેલું લસણ- 4 કળી
ઝીણી સમારેલી ડુંગળી-1
ઝીણી સમારેલી કોથમીર-4 ચમચી
ઝીણું સમારેલું ટામેટું-1
લાલ મરચું પાઉડર ચપટી
ગરમ મસાલો-1 ચમચી
હળદર-1\2 ચમચી
ટોમેટો પાસ્તા સોસ-4 ચમચી
મસ્ટર્ડ સોસ-4 ચમચી
મીઠું સ્વાદમુજબ


રીત
એક વાસણમાં લોટ, પાલકની પ્યૂરી, જીરુ પાઉડર અને મીઠું નાખી લોટ બાંધી દો. જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો. હવે તેને બરાબર મસળી લો. તેના નાના-નાના લુવા કરો અને તેની રોટલી બનાવો, તેને શેકી લો. હવે છીણેલું પનીર અને બીજી સામગ્રીઓ બાઉલમાં નાખી મિક્સ કરો. હવે તેને પરોઠા પર ફેલાવો. તેના રોલ વાળી લો અને ટોમેટો સોસ સાથે પીરસો.

Read Also

Related posts

શ્રાવણના પહેલા શનિવારે શનિદેવ સાથે કરો હનુમાનજીની પૂજા, એટલા લાભ થશે કે….

Arohi

માસિક ધર્મ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થાય છે, તો કરો લીલા ધાણાનું સેવન થશે અનેક લાભ

Dharika Jansari

પાર્ટનરને કરશો તસતસતુ ચુંબન તો થશે આટલા મોટા ફાયદા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!