GSTV
Kashmir Attack Trending

ગુજરાતની કચ્છની બોર્ડર પર ટેન્ક રેઝિમેન્ટની હિલચાલ, સેનાના જવાનો લખપત પહોંચ્યા

ભારતના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલાના 13માં દિવસે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટ સ્થિત આતંડી અડ્ડાઓને ઉડાવી દીધા હતા. જે પછી પાકિસ્તાન ગીન્નાયું હતું. જાસુસી અધિકારીઓની મળેલી જાણકારી પ્રમાણે 325 આતંકી અને તેના ટ્રેનરોને મારી નાખવામાં આવ્યા છે. આ હુમલાથી બોખલાઈ ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, વાયુસેનાનું ઉલ્લંઘન કર્યું છે અને પાકિસ્તાનને અધિકાર છે કે તે પોતાની આત્મરક્ષા માટે જવાબ આપે. જે પછી પાકિસ્તાનની સિમામાં સૈન્યની હલચલ તેજ થઈ ગઈ હતી. રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં સીમા નજીક કેટલાક ગામડાઓમાં આવેલા છે. એક હજાર કિલોમીટરથી વધારે લાંબી સીમા પર મોટા ભાગના ક્ષેત્રમાં લોકો વસવાટ કરતા નથી. બીકાનેરથી અડકેલા પાકિસ્તાની ક્ષેત્રના સૈન્યમાં પણ હલચલ જોવા મળી રહી છે.

ભારતીય વાયુસેનાના હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં ત્રણ મોટા એરબેઝ લડાકુ વિમાનને ઉડાવવામાં આવ્યા હતા. જેમાં કરાંચીથી JF-17 થંડર, શાહબાઝથી F-16 તથા ન્યૂ છોર એરબેઝથી વધુ એક F-16 વિમાને ઉડાન ભરી હતી. સીમાના 10 કિલોમીટરની અંદર પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં લડાકુ વિમાનોએ ઉડાન ભરી હતી. બહાવલપુર સ્થિત પાકિસ્તાની સેનાની 31 કોરની ઈન્ફેંટ્રી, મેકેનાઈઝ્ડ અને આર્મ્ડ ફોર્સેઝનું આવન જાવન વધી ગયું હતું. જો કે સીમા પર હાલત સામાન્ય દિવસોની માફક જ શાંત બનેલા છે.

પાકિસ્તાની સેનાની 31 કોર પાસે રાજસ્થાન અને પંજાબના વિસ્તારમાં છે. બીકાનેર ક્ષેત્રમાં બહાવલપુર તથા જેસલમેર સીમાની સામે રહિમયાર ખાનમાં આવેલી સેનામાં પણ હલચલ વધી રહી છે. અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સીમા સુરક્ષા બળ એટલે કે બીએસએફને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યું છે. અને સીમાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ કચ્છની પેલે પાર ટેન્ક રેજીમેન્ટની તૈનાતી શરૂ થઈ છે. ભારતીય સીમા પર જાસૂસી માટે ડ્રોન અને યુએવી ઉડાવવામાં આવી રહ્યા છે. ગઈ કાલે જ ભારતે પાકિસ્તાનનું એક ડ્રોન પાડ્યું હતું. જે પછી સૈન્ય ત્યાં પણ સાવધાનની મુદ્રામાં આવી ગયું છે.

કચ્છની વીઘાકોટ સરહદથી અડધો કિલોમીટર દૂર પાકિસ્તાનની સેના અને રેન્જર્સની હલચલ વધી રહી છે. સીમા પાર સેનાનું આવન જાવન વધી ચૂક્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ કચ્છની પેલે પાર પાકિસ્તાને ટેન્ક રેજીમેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. સુત્રોનું કહેવું છે કે, ગત્ત કેટલાક દિવસોથી ત્યાં ટેન્કોનો જમાવડો ચાલી રહ્યો છે. જેમાં મંગળવારે તેજી જોવા મળી હતી.

આ કારણે જ લખપત વિસ્તારની સુરક્ષામાં વધારો કરાયો છે. લખપતમાં હાલ રડારને એક્ટિવ કરવામાં આવ્યું છે. સાથે જ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે લખપતથી પાકિસ્તાનનું અંતર માત્ર 9 કિલોમીટરનું છે. જેના કારણે આર્મીને પણ મિસાઈલ જેવા હથિયારોથી સજ્જ કરી દેવામાં આવી છે. ઉપરથી દેશની પશ્ચિમી વિસ્તારમાં આવેલી તે સરહદી બોર્ડર છે. ઉપરથી સંવેદનશીલ પણ છે.

બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓ હાલત પર નજર બનાવી રાખેલ છે. સમુદ્રી સીમા ખડાઉ બંદરગાહ, નવલખી અને પાઈક્રિક સાથે પુરા ક્ષેત્રમાં વિશેષ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. સીમાને અડકીને આવેલા ગામડાઓમાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વૉચ ટાવર પર મરીન એજન્સીના જવાન તૈનાત છે. જે સામાન્ય દિવસોમાં ખાલી પડેલા રહે છે. પોરબંદરની ગોસાથી મીયાણી સુધીના ક્ષેત્રમાં 11 સંવેદનશીલ લેન્ડિંગ પોંઈન્ટ છે. જે જગ્યાઓ પર એલર્ટ મુકવામાં આવ્યું છે.

પાકિસ્તાનના બંદરગાહ શહેર કરાચીથી પોરબંદર 281 નોટિકલ મીલ દૂર છે. જળસેનાના 8000 જહાજ પોરબંદર પહોંચી ચૂક્યા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડના ફિશરિઝ ગાર્ડને વિશેષ તપાસ માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. માછીમારોને પણ તપાસીને જ સમુદ્રમાં જવાની પરમિશન આપવામાં આવશે. કોઈ પણ તપાસ વિના આદેશનું ઉલ્લંઘન ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નાગરિકો માટે પણ સીમા દર્શન બંધ કરી દેવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV